GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:પી.જી.વી.સી.એલ. મોરબી શહેર પેટા વિભાગ-2 કચેરીનું વિભાજન કરવા ધારાસભ્યએ લેખિતમાં રજૂઆત કરી

MORBI:પી.જી.વી.સી.એલ. મોરબી શહેર પેટા વિભાગ-2 કચેરીનું વિભાજન કરવા ધારાસભ્યએ મુખ્યમંત્રી લેખિતમાં રજૂઆત

 

 

મોરબી પી.જી.વી.સી.એલ. મોરબી શહેર પેટ વિભાગ-2 કચેરીનું વિભાજન કરવા બાબતે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકા બની છે. જેથી આસપાસના સંખ્યાબંધ ગામો શહેરોમાં જોડાશે-મોરબી તેના ઉદ્યોગોને લઈને પ્રખ્યાત હોય સમગ્ર દેશમાંથી પોતાની આજીવિકા માટે મેનેજરીયલ સ્ટાફ અને શ્રમજીવીઓ મોટી સંખ્યામાં અત્રે આવે છે.આવનાર સમયમાં 5 હજારથી વધારે નવા વીજ જોડાણો તેટલા જ પ્રમાણમાં ટ્રાન્સફોર્મર્સ અને લાઈનના સંભવિત વધારાને લક્ષમાં રાખી સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવા તથા ગ્રાહકને હાલાકી ન પડે તે માટે મોરબી શહેર પેટ વિભાગ-2 કચેરીનું ત્વરિત વિભાજન કરી નહેરુ ગેટ પેટા વિભાગ કચેરી શરૂ કરવા યોગ્ય કરાવશો. ત્યારે વીજ ગ્રાહકો અને રેવન્યુને ધ્યાનમાં લઈ આ વિષયને ઝડપથી કાર્યાન્વિત કરવા માંગ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!