MORBI:મોરબી મહાનગરપાલિકા ના અગ્નિશમન શાખા દ્વારા ફ્લોરા પામ્સ, ખાતે મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું

MORBI:મોરબી મહાનગરપાલિકા ના અગ્નિશમન શાખા દ્વારા ફ્લોરા પામ્સ, ખાતે મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું
મોરબી મહાનગરપાલિકા ના અગ્નિશમન શાખા દ્વારા તા.૨૨/૦૪/૨૦૨૫ ના રોજ મોરબી ફ્લોરા પામ્સ રેસીડેન્ટ બિલ્ડીંગમાં સરકારી વિભાગોની સતર્કતા તપાસવા માટે મ્યુનીસીપલ કમિશનર ની અધ્યક્ષતામાં મોકડ્રીલ નું રાત્રે ૦૯ કલાકે આયોજન કરવામાં આવેલ. જેમાં ૦૯ : ૦૫ કલાકે આગ લાગવાની જાણ થતા ૧૦ મિનીટ ની અંદર જીએસપીસી, ફાયર, પોલીસ ની ટીમ અને ની ટીમ ઘટના સ્થળ પર હાજર થયા બાદ આ ઘટનાને મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી.
મોકડ્રીલમાં મ્યુનીસીપલ કમિશનર સ્વપ્નીલ ખરે અને ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સ્થાનિકોને આગ લાગે ત્યારે શું પગલા લેવા અને આગ ન લાગે તે માટે કેવી તકેદારી રાખવી તેમજ રેસીડેન્ટ બિલ્ડીંગમાં લાગેલ ફાયર સીસ્ટમનો કંઈ રીતે અસરકારક તરીકે ઉપયોગ કરવો તે અંગેનું માર્ગદર્શન રાત્રી સંવાદ કાર્યક્રમ થકી આપવા માં આવ્યું હતું.
આમ આ મોકડ્રીલનો મુખ્ય ઉદેશ્ય અને મોરબી શહેરમાં આવી કોઈ ઘટના બને છે તો સરકારી વિભાગોની સતર્કતા તપાસવા તેમજ સ્થાનિકોને સલામતી માટે હોઈ છે. તથા કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા ને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય. આવી કોઈ દુર્ઘટના થયે આપ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ-૦૨૮૨૨ ૨૩૦૦૫૦ અને ૧૦૧ પર સંપર્ક કરી શકો છો.









