જંબુસરના આસરસા ગામે આજે મોટો અકસ્માત સર્જાયો, જેમાં ONGCના ડ્રિલિંગ કામે જતા મજૂરોની બોટ પલ્ટી જતા મજૂરો પાણીમાં ખાબક્યા


સમીર પટેલ, ભરૂચ
જંબુસર આસરસા બોટ પલ્ટી કાંડ – મોટી બેદરકારી બહાર આવી!
જંબુસરના આસરસા ગામે આજે મોટો અકસ્માત સર્જાયો, જેમાં ONGCના ડ્રિલિંગ કામે જતા મજૂરોની બોટ પલ્ટી જતા મજૂરો પાણીમાં ખાબક્યા હતા. મળતી માહિતી મુજબ બોટમાં લગભગ 50 થી 60 મજૂરો સવાર હતા.
ઘટનામાં રોહિત ગણપતિ મકવાણાનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ મળી છે. જ્યારે નરેશ રાઠોડ લાપતા હોવાની માહિતી મળી રહી છે. હજી કેટલી વ્યક્તિઓ લાપતા છે કે કેટલાનાં મોત નિપજ્યાં છે તે અંગે પોલીસ તપાસ ચાલુ છે.
સુરક્ષાની મોટી બેદરકારી બહાર આવી
સારવાર માટે પહોંચેલા મજૂરોએ આક્ષેપ કર્યો છે કે—કોઈ પણ મજૂરને લાઈફ જેકેટ આપવામાં આવ્યો નહોતો દરરોજ આસરસા થી સામેના કાંઠે ગાંધાર–મુલેર તરફ બોટ દ્વારા અવર જવર કરાવવામાં આવતી હતી સુરક્ષા સાધનો વિના કામે મોકલાતાં મજૂરોની જાન જોખમમાં મુકાતી હતી આ સમગ્ર મામલે ONGC અધિકારીઓની ગંભીર બેદરકારી ખુલ્લી પડી છે. જો આવું જ ચાલુ રહેશે તો આવી ઘટનાઓ ફરી બને તેની કોઈ ગેરંટી નથી.
પોલીસે તપાસ શરૂ કરી દીધી છે
સ્થાનિક પોલીસ, 108 ટીમ અને ગામ લોકો દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. હજી સુધી કેટલા લોકો પાણીમાં વહાવાયા અને કેટલાને બહાર કાઢવામાં આવ્યા તેના આંકડા સ્પષ્ટ થયા નથી.
જયારે ઘટના ની જાણ જંબુસર ધારાસભ્ય ડી કે સ્વામી જંબુસર મામલતદાર, સ્થાનિક આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને પરિસ્થિતિ નો તાગ મેળવ્યો હતો.




