GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં પીલુડી ગામે નબળી ગુણવત્તાનો બનેલું નાલુ તોડી પડાયું
MORBI:મોરબીમાં પીલુડી ગામે નબળી ગુણવત્તાનો બનેલું નાલુ તોડી પડાયું
સિંચાઈ સમિતિના ચેરમેને નાલુ તોડાવી ફરીથી ગુણવતાવાળું બનાવવા કોન્ટ્રાકટર અને અધિકારીઓને તાકીદ કરી
મોરબી : મોરબીના નેશનલ હાઇવે થી પીલુડીનો અંદાજે 4 કિમિ નો રસ્તો ઘણા સમય બાદ બની રહ્યો છે. ત્યારે હાઇવે થી 200 મિત્ર દૂર 10 દિવસ પહેલા નવું બનેલું નાલુ નબળી ગુણવતાવાળું બનતા તૂટી ગયું હતું આથી સ્થાનિક ગ્રામજનો અને પીલુડીના ગ્રામ પંચાયતે ડીડીઓને લેખિત રજૂઆત કરી ગુણવતાવાળો રસ્તો બનાવવા માંગ કરી હતી અને સિંચાઈ સમિતિના ચેરમેન અજય લોરિયાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે લાલ આંખ કરી નબળું કામ નહિ ચલાવી લેવાની તાકીદ કરી નબળી ગુણવતા વાળું નાલુ તોડી પડાવી ફરીથી ગુણવતા વાળું બનાવવાની સૂચના આપી છે