ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં પ્રખર સમાજશાસ્ત્રી ડૉ. આઈ.પી. દેસાઈના જીવન-કવન અને પ્રદાન વિશે વિશેષ કાર્યક્રમ યોજાયો

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા 

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ સંલગ્ન અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા પ્રખર સમાજશાસ્ત્રી ડૉ. આઈ.પી. દેસાઈના જીવન, કાર્ય અને સમાજશાસ્ત્રમાં તેમના અમૂલ્ય પ્રદાનની ઉજવણી કરતો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડૉ. દેસાઈના સમાજશાસ્ત્રીય અભ્યાસ અને સંશોધન કાર્યો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. હરિભાઈ કાતરીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમણે વિદ્યાર્થીઓને માત્ર મૌખિક જ નહીં, પરંતુ જ્ઞાન મેળવવા માટે પ્રાયોગિક પદ્ધતિઓના અમલીકરણ માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા. યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. અનિલભાઈ સોલંકી અને કો-ઓર્ડીનેટર ડૉ. જગદીશભાઈ પટેલે પણ આ કાર્યક્રમ માટે પ્રેરણા પૂરી પાડી હતી.
કાર્યક્રમ દરમિયાન, સમાજશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક પ્રહલાદભાઈ વણઝારાએ ડૉ. આઈ.પી. દેસાઈના જીવન-કવન પર પ્રકાશ પાડ્યો હતો, જ્યારે પ્રાધ્યાપક કરણભાઈ ભિલેચાએ ડૉ. દેસાઈના અભ્યાસ અને સંશોધન કાર્યો વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે, ડૉ. લિપા શાહ દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદોને ડૉ. આઈ.પી. દેસાઈના સમૃદ્ધ વારસા અને ભારતીય સમાજશાસ્ત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન વિશે જાણવાની મૂલ્યવાન તક મળી હતી.







