RAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટના સી.આઈ.એસ.એફ.ની દ્વારા હિરાસર એરપોર્ટ ખાતે વૃક્ષારોપણ કરાયું

તા.૬/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટના સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (સી.આઈ.એસ.એફ.)એ રજત જયંતિ નિમિતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિસ્તારમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ તકે સી.આઈ.એસ.એફ.ના ડેપ્યુટી કમાન્ડન્ટશ્રી અમનદીપ સીરસવાએ જણાવ્યું હતું
કે,આવનારી પેઢી માટે પર્યાવરણની જાળવણી કરવા વૃક્ષારોપણ ખુબ જ જરૂરી છે, વૃક્ષોને વાવીને યોગ્ય ઉછેર પણ આવશ્યક છે. આ કાર્યક્રમમાં સી.આઈ.એસ.એફ. જવાનો દ્વારા ૧૦૦ જેટલા રોપાઓનું વૃક્ષારોપણ કર્યું હતું.




