MORBI:મોરબી બાગાયત ખાતા દ્વારા ‘કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ’ નો લાભ લેવા ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવાઈ

MORBI:મોરબી બાગાયત ખાતા દ્વારા ‘કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ’ નો લાભ લેવા ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવાઈ
યોજના હેઠળ લાભ લેવા માંગતા ખેડૂતોએ ૦૨ જુલાઈ સુધીમાં આઇ- ખેડૂત પોર્ટલ ૨.૦ – http//ikhedut.gujarat.gov.in પર અરજી કરવી
સરકારશ્રીના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટેની સહાયલક્ષી યોજના ‘કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ’ નવી બાબત હેઠળ રાજ્યના ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલમાં અરજી કરી મહત્તમ લાભ મેળવી શકે તે માટે આગામી તારીખ ૦૨/૦૭/૨૦૨૫ સુધી દરેક ખેડૂતો માટે આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ (http//ikhedut.gujarat.gov.in) ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
બાગાયતદારોને ઉપરોક્ત ઘટકોમાં સહાય લેવા માટે ખેડૂત પોર્ટલ ૨.૦ ( http//ikhedut.gujarat.gov.in) પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે. અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામે રજૂ કરવાના રહેશે તેવું મોરબી નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.








