GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના વાવડી રોડ ઉપર ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમતા એક ઝડપાયો
MORBI:મોરબીના વાવડી રોડ ઉપર ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમતા એક ઝડપાયો
મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાવડી રોડ ઉપર આવેલ બાપા સીતારામ મઢુલીની બાજુમાંથી હાલ ચાલી રહેલા વર્લ્ડ કપ ૨૦-૨૦ ક્રિકેટ સિરીઝના ભારત-પાકિસ્તાનના મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમતા નિલેશભાઇ નકુભાઇ પ્રજાપતી ઉવ.૪૨ રહે.મારૂતીનગર સોસાયટી વાવડીરોડ મોરબીને રોકડા ૭૮૦/- તથા મોબાઇલ એમ કુલ રૂ.૭,૭૮૦/-ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જયારે પકડાયેલ આરોપી ક્રિકેટનો રનફેરનો જુગાર મોબાઇલમાં સામા છેડે અન્ય બે આરોપી ઇબુ કાસમાણી રહે.મોરબી તથા એહમદ સુમરા રહે.વીસીપરા મોરબી સાથે રમતો હોવાનું સામે આવતા પોલીસે તે બંને આરોપીને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.