MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં મદીના સોસાયટી નજીક ઇંગલિશ દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો
MORBI:મોરબીમાં મદીના સોસાયટી નજીક ઇંગલિશ દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો
મળતી માહિતી અનુસાર મોરબી સીટી બી ડીવીઝ પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટી નજીક રોડ ઉપરથી આરોપી જુસબભાઇ ગફુરભાઇ જામ ઉવ.૨૬ રહે-મોરબી વીશીપરા વિજયનગર મુળરહે. જૂનું મોચીવાસ તા. ધ્રાંગધ્રાવાળા પાસેથી વેચાણ કરવાના આશયથી રાખેલ વિદેશી દારૂની પાંચ બોટલ કિ.રૂ.૧,૭૦૦/-ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે પકડાયેલ આરોપી સામે બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.