ભરૂચમાં સ્વચ્છતા હી સેવા પખવાડ્યા અંતર્ગત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ પણ જોડાયું..

ભરૂચના અત્યંત સ્લમ વિસ્તાર એવા આલી કાછીયાવાડમાં સફાઈ અભિયાન હાથ ધરી સ્વચ્છતા સેવાનો પ્રારંભ કર્યો..
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેર જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા” પખવાડિયા અંતર્ગત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ અને ભરૂચ નગરપાલિકાના સયુંકત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શેરી નાટકનું આયોજન આલી કાછિયાવાડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સ્વચ્છતા કેમ રાખવી સ્વચ્છતા રાખવાના ફાયદા સહીતા વિવિધ મુદ્દાઓ પર નુકકડ નાટક રજુ કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત પખવાડી કાર્યક્રમો યોજાય રહ્યા છે અને સફાઈ અભિયાન સાથે સ્વચ્છતા અંગે શેરી નાટક નુક્કડ નાટકના પણ આયોજન કરવામાં આવી રહ્યા છે અને લોકોને જાગૃત કરવાનું કામ પણ સેવાભાવી સંસ્થાઓ પણ કરી રહી છે જેના ભાગરૂપે ભરૂચમાં કાર્યરત અને હંમેશા સેવાભાવી કાર્ય કરતી સંસ્થા એવી જનહિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પણ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા આવે લોકો પોતાની શેરી પોતાના ઘર અને પોતાના વિસ્તારમાં પણ સ્વચ્છતા જાળવી રાખે તે રૂપી શેરી નાટક યોજી લોકોને જાગૃત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આલી કાછીયાવાડ માં સ્થાનિક નગરસેવકો નગરપાલિકાના સફાઈ કર્મીઓ સ્થાનિક રહીશો તથા સંસ્થાની બહેનોને સાથે રાખી સ્વચ્છતા હી સેવા અંતર્ગત શેરી નાટક એક કલાક સુધી રજૂ કરતા આજુબાજુના રહીશોએ પણ મનોરંજનનો લાભ લીધો હતો અને સંકલ્પ લીધા હતા કે હું મારા વિસ્તારને સ્વચ્છ રાખીશ અને લોકોને સ્વચ્છ રખાવીશ.. મારી શેરી સ્વચ્છ શેરી જેવા સૂત્રો સાથે વિસ્તાર પણ ગુંજી ઉઠ્યો હતો
આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના સ્થાનિક નગર સેવક પ્રવીણ ઉર્ફે પલ્લુ પટેલ, ભરૂચ નગરપાલિકાના સેનેટરી વિભાગના અધિકારીઓ, જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપ પ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી માને સંસ્થાના સ્થાપક નીતિન માને સહિત સંસ્થાની બહેનો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહી સ્વચ્છતા સેવા અંતર્ગત શેરી નાટક રજૂ કરતા આજુબાજુના વિસ્તારના લોકો પણ નાટક નિહાળવા માટે આવ્યા હતા અને તેઓએ પણ સંકલ્પ લીધા હતા કે મારી શેરી સ્વચ્છ શેરી સાથે નાટકને સફળ બનાવ્યું હતું.



