MORBI:મોરબી આયૅતેજ ફિઝીયોથેરાપી કિલનિક અને માઘવ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ભવ્ય મેડિકલ કેમ્પ યોજાયો

MORBI:મોરબી આયૅતેજ ફિઝીયોથેરાપી કિલનિક અને માઘવ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ભવ્ય મેડિકલ કેમ્પ યોજાયો
સ્થાનિક રહેવાસીઓના સ્વાસ્થ્ય અને સુખાકારીને ધ્યાને રાખીને, શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક–મોરબી અને માધવ હોસ્પિટલ ના સંયુક્ત આયોજન હેઠળ ગત રવિવાર, ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ એક ભવ્ય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નાની કેનાલ રોડ પર આવેલ નિલકંઠ પ્લાઝા–૨ ખાતે યોજાયેલા આ કેમ્પમાં ૩૦ થી વધુ દર્દીઓએ નિઃશુલ્ક આરોગ્ય તપાસનો લાભ લીધો હતો.
આ કેમ્પમાં જાણીતા ત્વચા રોગ નિષ્ણાંત અને કોસ્મેટોલોજિસ્ટ ડો. ચાંદની લિખિયા (M.B., D.V.D) દ્વારા દર્દીઓની ત્વચા, વાળ અને કોસ્મેટોલોજીને લગતી ગંભીર તપાસ કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથોસાથ ફિઝીયોથેરાપી વિભાગમાં પણ દર્દીઓને વિશેષ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.
સમગ્ર કેમ્પનું સફળ સંચાલન ડૉ. મુરુગનંદમ પેરિયાસામી ના અનુભવી માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ફિઝીયોથેરાપી ટીમનું નેતૃત્વ ડૉ. હિરલ જાદવાની- ડૉ. રાહુલ છતલાણી – ડૉ. ધ્વનિ નિમાવત – ડૉ. ખ્યાતિ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કેમ્પની વિશેષતા એ રહી કે, શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટના પ્રથમ અને બીજા વર્ષના વિદ્યાર્થીઓએ તમામ ડૉક્ટરો સાથે મળીને મુલાકાતીઓને ‘ફિઝીયોથેરાપી શું છે?’ અને તેનાથી થતા લાંબાગાળાના ફાયદાઓ વિશે વિસ્તૃત સમજ આપી હતી. કેમ્પ દરમિયાન માત્ર રોગનું નિદાન જ નહીં, પરંતુ આરોગ્ય પ્રત્યેની જાગૃતિ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
શ્રી આર્યતેજ ગ્રૂપ ઓફ કૉલેજીસના મેનેજમેન્ટ દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી. ફેકલ્ટી અને વિદ્યાર્થીઓના નિઃસ્વાર્થ પ્રયત્નોની પ્રશંસા કરતા મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પણ મોરબીના નાગરિકો માટે આવા અનેક આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.









