GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જીલ્લામાં ગ્રામ પંચાયત બાંધકામ મંજૂરીઓ અંગે જીલ્લા કોંગ્રેસ પ્રમુખે ડીડીઓને લેખિત રજૂઆત કરી

MORBI:મોરબી જીલ્લામાં ગ્રામ પંચાયત બાંધકામ મંજૂરીઓ અંગે જીલ્લા કોંગ્રેસ પ્રમુખે ડીડીઓને લેખિત રજૂઆત કરી

 

 

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ ડીડીઓને રજૂઆત કરી જણાવ્યું છે કે જીલ્લાના નગર પંચાયતની હદમાં બહુમાળી ઈમારતો, મકાનો અને શોપિંગ કોમ્પ્લેક્ષ જેવા બિલ્ડીંગના બાંધકામ વર્ષોથી થયા છે હજુ પણ બાંધકામ કરવામાં આવી રહ્યા છે આવા બહુમાળી બિલ્ડીંગ ગ્રામ પંચાયતના સરપંચે ગુજરાત સરકાર ગ્રામ પંચાયત ગૃહ વિભાગ નિર્માણ ના નિયમોનું ઉલ્લંઘન કરીને મંજૂરીઓ આપેલ છે અને હજુ પણ મંજુરી આપવામાં આવી રહી છે પરંતુ ગુજરાત સરકાર પંચાયત ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના પરિપત્રમાં આપેલ સુચના, નિયમો વિરુદ્ધ મંજૂરીઓ આપેલ છે જે જાહેર હિતમાં ગેરબંધારણીય છે

મોરબી જીલ્લો ભૂકંપ ઝોન ૪ માં આવે છે જેથી ભવિષ્યમાં આવા બહુમાળી બિલ્ડીંગથી જાનહાની થવાની સંભાવના છે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૯૩ (૧) ની જોગવાઈ મુજબ ગ્રામ/નગર પંચાયતની હદમાં કોઈ મકાનનું બાંધકામ શરુ કરતા પહેલા કે ફરીથી શરુ કરતા પહેલા સંબંધકર્તા ગામ/નગર પંચાયતની પૂર્વ મંજુરી મેળવવાની રહે છે જે મંજુરી ઉપવીધિઓ (બાયલોઝ) તૈયાર કરીને બાંધકામને લગતા નિષ્ણાંત એન્જીનીયર તેમજ ટેકનીકલ નિષ્ણાંત અધિકારીઓ તેમજ સામાજિક સુરક્ષાના નિષ્ણાંત અધિકારીઓની કમિટી બનાવીને તેનો અભિપ્રાય લઈને સરપંચ મંજુરી આપી સકે તેવું ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૩૨૪ (૨) માં દર્શાવેલ છે તે અંગેના નમૂનાઓ મુજબ બાંધકામના પ્લાન નકશા વગેરે તૈયાર કરીને જીલ્લા પંચાયતને મોકલવામાં આવે છે અને ત્યાંથી મંજુરી મળ્યા બાદ ગ્રામ પંચાયતના સરપંચ મંજુરી આપી સકે છે તેવું સરકારના પરિપત્ર પરથી સાર્થક થાય ચેહ તો આ બાબતે મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આપેલ બાંધકામની મંજૂરીઓ બાબતે આપની કક્ષાએથી તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે

Back to top button
error: Content is protected !!