જામનગરના વકીલ ફી લેવા ગયા બાદ પરત ન અવ્યા

વકીલ પંકજ ભાઈ લહેરૂ કાલ સાંજ થી ગુમ. અપહરણ કે અન્ય કોઈ ઘટના. વકીલ મંડળ ચિંતાતુર
જામનગર (ભરત ભોગાયતા)
જામનગર વકીલ મંડળના પ્રમુખ ભરતભાઇ સુવાના મેસેજમુજબ
જાણવા મળેલ માહિતી મુજબ કાલ સાંજે જામનગર વકીલ મંડળના સભ્ય પંકજભાઈ લહેરૂ
તેમના ઘરે હતા ત્યારે કોઈ અકબરભાઈ નામના અસીલનો ફોન આવેલ અને ફી લઈ જવા જણાવેલ. જેથી પંકજભાઈ તેના ઘરના સભ્યોને જણાવી નીચે ફી લેવા માટે ગયા.
તેઓ હજુ સુધી ઘરે પરત ફરેલ નથી.
ત્યારબાદ તેમના ઘરના સભ્યો પણ સવારે કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવેલ અને જણાવે લ કે પંકજભાઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા વોર્ડ નંબર 13 માં દાખલ છે વિગેરે શંકાસ્પદ વાતો કરેલ છે.
આ બાબતે જામનગર સીટી એ
ડિવિજન પોલીસ સમક્ષ તેમજ એલસીબી જામનગર ના પી.આઈ સાહેબ સાથે મેં આ ગંભીર બાબતની ચર્ચા કરેલ છે અને આવેલ ફોન અમદાવાદ નો જ હોય તેવું ટ્રેસ થયેલ છે પરંતુ હાલ તે ફોન બંધ આવે છે
સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતની નોંધ પણ કરાવી દેવામાં આવેલ છે.
જાણવા મળેલ છે કે પંકજભાઈ ના ઘરના સભ્યોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ તપાસ કરાવી તો ત્યાં પંકજ નામની કોઈ વ્યક્તિ દાખલ નથી તેવું જાણવા મળેલ છે.
આ બાબતે જામનગર સીટી સી ના પીઆઇ સાહેબ તથા એલસીબી ના પી.આઈ સાહેબ સાથે મેં વાત કરેલ છે અને અમદાવાદ હોસ્પિટલ ચોકી અને આ બાબતની જાણ કરી આ બાબતે ત્વરિત તપાસ કરી સાચી હકીકત મેળવે તે બાબતે પોલીસ તપાસ નો ચક્રો ગતિમાન થયા છે
આ બનાવ થી જામનગર વકીલ મંડળ તથા તેનો પરિવાર અતિ ચિંતાતુર છે.
ઈશ્વરને પ્રાર્થના કરીએ કે પંકજભાઈ હેમખેમ પરત ઘરે ફરે.
સવાર થી જામનગર વકીલ મંડળ ના હોદ્દેદારો આ બાબત ની ગંભીર નોંધ લઈ કાર્ય રત છે .
એડવોકેટ પ્રોટેક્શન એક્ટ આ માટે જરૂરી છે
આજે સમયની માંગ છે
ભરત સુવા
પ્રમુખ
જામનગર વકીલ મંડળ
.



