જિલ્લા એલસીબી પોલીસે પાવાગઢ પોલીસ મથકના મર્ડર ના ગુનાનો છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને શિવરાજપુર ખાતેથી ઝડપી પાડયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૭.૮.૨૦૨૪
ગોધરા એલ.સી.બી પોલીસે હાલોલ તાલુકાના પાવાગઢ પોલીસ મથક ના મર્ડર ના ગુના નો છેલ્લા પાંચ વર્ષ થી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને હાલોલ તાલુકાના શિવરાજપુર ખાતે થી ઝડપી પાડ્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર ઉચ્ચ પોલીસ અધિકારી ની સૂચના અને માર્ગદર્શન મુજબ ગોધરા એલ.સી.બી પોલીસ ની ટીમ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની વોચમાં હતા. દરમ્યાન ગોધરા એલ.સી.બી પોલીસ ને ખાનગી રાહે પાકી બાતમી મળી હતી. કે હાલોલ તાલુકાના પાવાગઢ પોલીસ મથક ના મર્ડર ના ગુના નો છેલ્લા પાંચ વર્ષ થી નાસતો ફરતો વોન્ટેડ આરોપી અરવિંદભાઈ નારસિંહ ચૌહાણ રહે. ગંભીરપુરા તા. હાલોલ નાઓ હાલોલ તાલુકાના શિવરાજપુર ખાતે છે.તે બાતમીના આધારે ગોધરા એલ.સી.બી પોલીસ ની ટીમ શિવરાજપુર ખાતે વોચમાં હતી. દરમ્યાન આરોપી અરવિંદ ચૌહાણ ને શિવરાજપુર બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી પાડી પાવાગઢ પોલીસ મથકે સોંપી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.