MADAN VAISHNAVSeptember 9, 2024Last Updated: September 9, 2024
9 Less than a minute
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ ગિરિમથક સાપુતારાનાં સાઈ મંદિર ખાતે ભક્તોએ શ્રીજી વિધ્નહર્તાની પ્રતિમાનું સ્થાપન કર્યુ હતુ. ત્યારે ભક્તોએ સોમવારે ત્રીજા દિવસે અશ્રુભીંની આંખે વિઘ્નહર્તાને વિદાય આપી વિસર્જન કર્યુ હતુ. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિભાવથી સાપુતારાના સાઈ મંદિરે ગણપતિ બાપ્પાની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. સોમવારે સાપુતારાના સર્પ ગંગા તળાવમાં વિધિવત રીતે વિસર્જન કરવામાં આવ્યુ હતુ.અહી ગણપતિ બાપ્પા મોરિયા પુઢચ્યા વરસી લવકર યાના નાદથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઊઠ્યો હતો.