
તા.૨૦.૦૯.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:આયુષ્માન ભવઃ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં કુલ 100જેટલા આયુષ્માન આરોગ્ય મંદીર ખાતે આયુષ્માન આરોગ્ય શિબિર કરવામાં આવી
આજ રોજ દાહોદ જિલ્લાના માં આયુષ્માન ભવ:કાર્યક્રમ અંતર્ગત માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારી તથા અધીક જીલ્લા આરોગ્ય અઘિકારીના માર્ગદર્શન હેઠળ જીલ્લા ના કુલ 100 જેટલા આયુષ્માન આરોગ્ય મંદીર ખાતે આરોગ્ય શિબીર કરવામાં આવી હતી જેમાં કુલ 7377લાભાર્થીઓ એ લાભ લીધો હતો જેમાં એન.સી.ડી સ્ક્રીનીંગ માં ડાયાબિટીસ ના 110દર્દીઓ મળી આવ્યા, બ્લડપ્રેશર ના 220દર્દીઓ મળી આવ્યા , કેલ્શિયમ ની ઉણપ વાળા 18
દર્દીઓ અને એનિમિયા ના 25દર્દીઓ મળી આવ્યા તેમજ ઓરલ કેન્સરના 04 જેટલા શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા જે પૈકી જરૂર જણાય તેવા દર્દીઓ ને સ્થળ પર જ સારવાર આપવામાં આવી વધું સારવાર અર્થે જીલ્લા અને તાલુકાનો હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા સદર કેમ્પ ની અંદર આયુષ્માન આરોગ્ય મંદીરનો આરોગ્ય સ્ટાફ દવારા કામગીરી કરવામાં આવી





