DEVBHOOMI DWARKADWARKAKHAMBHALIYA
વંદે માતરમ @૧૫૦ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓમાં અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વંદે માતરમનું સમૂહગાનમાં કરાયું

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
વંદે માતરમ ૧૫૦ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં લોકોમાં રાષ્ટ્રગીત અને દેશ માટે ગર્વની ભાવના જાગે તેવા ઉમદા હેતુથી રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓમાં અધિકારીઓ તથા કર્મચારીઓ વંદે માતરમના સમૂહગાનમાં જોડાયાં હતાં. ખંભાળિયા તેમજ દ્વારકા ખાતે પ્રાંત અધિકારીશ્રીઓની કચેરી, મામલાતદાર કચેરીઓ, જિલ્લાની નગરપાલિકાઓ વગેરેમાં ઉત્સાહપુર્વક આ ઉજવણી કરવામાં આવી હતી. સમુહગાન સાથે સાથે સૌએ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા તથા અન્યને આ બાબતે પ્રોત્સાહિત કરવા શપથ પણ લીધાં હતાં.


1
/
93
જામીન પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનાર આરોપીઓને પકડવા ગુજરાત પોલીસે હાથ ધર્યું 'ઓપરેશન કારાવાસ'
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
1
/
93



