GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

MORBI:છ વર્ષની બાળકીને તેના પરિવાર સાથે સુખ:દ મિલન કરાવતી મોરબી 181 અભયમ તથા મોરબી પોલીસ

MORBI:છ વર્ષની બાળકીને તેના પરિવાર સાથે સુખ:દ મિલન કરાવતી મોરબી 181 અભયમ તથા મોરબી પોલીસ

 

 

તારીખ:-02/01/2026 ના રોજ સાંજના સમયે પોલીસ સ્ટેશન થી 181 અભયમ મહિલા હેલ્પલાઇન માં ફોન આવેલ કે એક છ વર્ષની આસપાસની ઉંમરની બાળકી મળી આવેલ છે અને ભૂલી પડી ગયેલ છે મદદ માટે 181 ટીમ ની જરૂર છે
માહિતી મળતા જ 181 ટીમ ના કાઉન્સિલર સેજલ પટેલ કોન્સ્ટેબલ વિલાસબેન તેમજ પાયલોટ મહેશભાઈ તે અજાણી બાળકી સુધી પહોંચેલ પોલીસ સ્ટેશન દ્વારા જણાવેલ આ બાળકી સાંજના સમયે એકલી રસ્તા પર રોતી હોય અને ડરી ગયેલ હોય જેથી રિક્ષાવાળા ભાઈ બાળકીને પોલીસ સ્ટેશન ખાતે સોંપી ગયેલ હતા 181 ટીમ એ સૌ પ્રથમ બાળકીને સાંત્વના આપી સરળતાપૂર્વક વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કરેલ બાળકી ડરી ગયેલ હોવાથી કશું બોલતી ના હોય જેથી પ્રાથમિક માહિતી મળેલ ના હોય ઘણા પ્રયત્નો બાદ તેમના પરિવાર મળી આવતા તેમનું કાઉન્સિલિંગ કરતા તેમણે જણાવેલ કે તેઓ મધ્યપ્રદેશના હોય મોરબી કંપનીમાં મજૂરી કામ કરવા માટે આવેલ હોય તેવો પોત પોતાના કામમાં વ્યસ્ત હોય બાળકી રમતા- રમતા ઘણી દૂર નીકળી ગયેલ અને રસ્તો ભૂલી ગયેલ તેઓએ આજુ- બાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની બાળકી બાબતે પૂછપરછ કરેલ પરંતુ કાંઈ ખબર મળેલ ના હોય અને તેઓ પણ ચિંતિત હતા અંગે તેમની દીકરીના તમામ આધાર- પુરાવા મેળવી તેમના પરિવારને સલાહ- સુચન માર્ગદર્શન કાયદાકીય માહિતી આપેલ હવે પછી તેમને દીકરીનું ધ્યાન રાખવા માટે જણાવેલ આમ બાળકીને એના પરિવાર સાથે સુખ:દ મિલન કરાવી સરાહનીય કામ કરતી મોરબી 181 અભયમ તથા વાંકાનેર પોલીસ તથા મોરબી તાલુકા પોલીસ ટીમ

Back to top button
error: Content is protected !!