ARAVALLIBHILODAGUJARATMODASA

અરવલ્લી : શામળાજી ચેકપોસ્ટ પરથી શંકાસ્પદ ગાડીમાંથી રૂ. 1 કરોડ થી વધુની બેમાની રોકડ રકમ જપ્ત, ઇસમ રકમ હિંમતનગર ખાતે લઈ જતો હતો..!!

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : શામળાજી ચેકપોસ્ટ પરથી શંકાસ્પદ ગાડીમાંથી રૂ. 1 કરોડ થી વધુની બેમાની રોકડ રકમ જપ્ત, ઇસમ રકમ હિંમતનગર ખાતે લઈ જતો હતો..!!

શામળાજી ચેકપોસ્ટ પર પોલીસ સ્ટાફ વાહન ચેકીંગ માં હતો તે દરમિયાન એક શંકાસ્પદ ગાડી લાગતા ગાડી ની તલાશી હાથ ધરતા પોલીસે 1 કરોડ થી વધુ ની બેમાની રકમ જપ્ત કરી છે જેમા 500 રૂપિયાની નોટોના 42 બંડલ કોઈ બિલ-પુરાવા વગર મળતા પોલીસે ઇસમને કાબૂમાં લીધો

અરવલ્લી જિલ્લામાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ વેન્યુ કાર (નં. GJ-02-DE-5301) રોકી તપાસ કરતાં મોટા પાયે રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ મળી આવતા ચકચાર મચી ગઈ છે.પોલીસે ગાડીના આગળના બોનેટ ભાગમાં રાખેલી બે કાપડની થેલીઓમાંથી રૂ. 500 ની ચલણી નોટોના 42 બંડલ મળી આવ્યા. દરેક બંડલમાં 500–500 નોટો હોવાથી એક બંડલની કિંમતે રૂ. 2,50,000/- અને તમામ 42 બંડલની કુલ કિંમત રૂ. 1,05,00,000/- જેટલી રકમ મળી આવી.આ મોટી રકમ અંગે ઇસમ કોઈપણ બીલ, દસ્તાવેજ કે આધાર પુરાવા રજૂ કરી શક્યો નહોતો. પ્રાથમિક તપાસમાં આ રકમ હિંમતનગર ખાતે લઈ જતો હોવાનું સામે આવ્યું છે અને ક્યાંથી રકમ લાવ્યો હતો ઇસમ અને કોને આપવાની હતી તે બાબતે હાલ તપાસ ચાલુ છે તેમ જાણવા મળ્યું હતું આ ઉપરાંત પોલીસે તેની કબ્જેથી હુન્ડાઇ વેન્યુ કાર કિંમત રૂ. 6,00,000/- મોબાઇલ ફોન નંગ-1 કિંમત રૂ. 5,000/- મળીને કુલ રૂ. 1,11,05,000/-નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

Back to top button
error: Content is protected !!