DAHODGUJARAT

લિમખેડામાં માનસિક અસ્વસ્થ મહિલાને ૧૮૧ અભયમની ટીમે તેમના પરિવારને સુરક્ષિત સોંપી 

તા.૦૧.૦૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:લિમખેડામાં માનસિક અસ્વસ્થ મહિલાને ૧૮૧ અભયમની ટીમે તેમના પરિવારને સુરક્ષિત સોંપી

લીમખેડા તાલુકામાં એક મંદિર પાસે એક અજાણી મહિલા બેઠી હતી તેમને જોતાં એક વ્યક્તિએ ૧૮૧ મહિલા હેલ્પલાઇન માં કોલ કરી આ અજાણી મહિલા અંગેની માહિતી આપેલ જેથી ૧૮૧ લિમખેડા ટીમ સ્થળ પર પહોંચી મહિલાનુ કાઉન્સેલિગ કરી માનસિક અસ્વસ્થ મહિલાનુ સુરક્ષિત રીતે તેમના પિતા સાથે મિલન કરાવ્યું.મળતી માહિતી અનુસાર, ગતરોજ લિમખેડા વિસ્તારમાંથી એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ ટીમને કોલ કરી જણાવ્યું હતું કે અહિં મંદિર પાસે એક અજાણી મહિલા બપોરથી બેઠા છે તેવો પોતાનું નામ અને ગામ જણાવે છે પરંતુ તેવો થોડા માનસિક અસ્વસ્થ જણાય છે તે અંગેની જાણ થતાં ૧૮૧ ટીમ જણાવેલ સરનામા પર પહોંચી અને મહિલાનું કાઉન્સિલીગ કરતા તેવા પોતાનું નામ અને ગામ જણાવેલ તે પછી તે ગામના આગેવાન નો સંપર્ક થતાં તેમના પરિવારનો નંબર મેળવી તેમના પિતા ને જાણ કરેલ તેમણે જણાવેલ કે તેમની દિકરી ચાર દિવસથી ઘરેથી નિકળી ગઈ હતી જેથી આ મહિલા ને સુરક્ષિત રીતે તેમના પિતા ને સોંપેલ અને તેમના પિતા ને સમજાવેલ કે તેવો તેમની દિકરીને હોસ્પિટલમાં યોગ્ય સારવાર કરાવે‌ અને એક દિકરીને તેના પિતા સાથે મિલન કરાવેલ જેથી તેમના પિતાએ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વેક્ત કર્યો

Back to top button
error: Content is protected !!