KHERALUMEHSANA

આ કાર્યક્રમનું અધ્યક્ષપદ કૃષિ તથા ગ્રામ વિકાસ પ્રભાગ (RERF)ની રાષ્ટ્રીય અધ્યક્ષ બ્રહ્માકુમારી સરલાદીદીએ સંભાળ્યું હતી

બહુસ્તરીય કૃષિ પદ્ધતિના ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન ખેરાલુ ખાતે માણેકબા ફાર્મમાં યોજાયું હતું.

વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,ખેરાલુ

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ-મહેસાણા, એમ.વી. એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ-મંદ્રોપુર તથા કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે બહુસ્તરીય કૃષિ પદ્ધતિના ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન ખેરાલુ ખાતે માણેકબા ફાર્મમાં યોજાયું હતું.

આ તાલીમ કાર્યક્રમનો આરંભ મહેસાણા દૂધસાગર ડેરી ચેરમેનશ્રી શ્રી અશોકભાઈ ચૌધરીના વરદ્ હસ્તે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું અધ્યક્ષપદ કૃષિ તથા ગ્રામ વિકાસ પ્રભાગ (RERF)ની રાષ્ટ્રીય અધ્યક્ષ બ્રહ્માકુમારી સરલાદીદીએ સંભાળ્યું હતી જેમાં તા. ૧૬ થી ૧૮ સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ ચાલેલ આ તાલીમમાં બહુસ્તરીય કૃષિ પદ્ધતિના જનક શ્રી આકાશ ચોરાશિયાજી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રાકૃતિક ખેતીના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો તથા ખેડૂતોને બહુસ્તરીય કૃષિ પદ્ધતિ અપનાવીને ટકાઉ કૃષિ ઉત્પાદન તરફ આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!