AHAVADANGGUJARAT

Dang:- આહવા ખાતે વાંસદા-ચીખલીનાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા ડાંગ

પ્રાપ્ત વિગતો અનુસાર ભાજપ સરકારનો પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ રદ કરવાનો તઘલખી નિર્ણયને રદ કરવામાં આવે અને આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરવામાં આવે તેવી માંગ સાથે વાંસદા – ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આહવા નગરના બિરસા મુંડા સર્કલથી કલેકટર કચેરી સુધી રેલી ડાંગ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

ડાંગ જિલ્લામાં ભાજપ વિરોધી સુત્રોચાર સાથે હાથમાં પ્લે કાર્ડ લઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.અને કલેક્ટરને આવેદન પત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.ત્યારે અનંત પટેલનાં જણાવ્યા મુજબ રેલી પાછળનું આયોજન કોંગ્રેસ સરકારે શરૂ કરેલ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ શિષ્યવૃત્તિ યોજના માં ફેરફાર કરી આદિજાતિ વિદ્યાર્થીઓ માટે ખૂબ અન્યાય રૂપ છે.ભાજપ સરકારના આ નિર્ણય ને કારણે આદિજાતિ સમાજના હજારો બાળકો શિષ્યવૃત્તિ થી વંચિત રહી શકે છે.સરકાર જો આ નિર્ણય પાછો નહીં લે તો જલદ આંદોલન કરવામાં આવશે.વધુમાં આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર,સરકારના આ ઠરાવ મુજબ થયેલા નિર્ણયથી ગુજરાતના આદિવાસી સમાજમાંથી આવતા અનેક તેજસ્વી બાળકો મેટ્રિક પછી નર્સિંગ, ફાર્મસી, ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા ઈજનેરી, એમ.બી.એ., એમ.સી.એ.,એમ.ઈ.અને એમ.ફાર્મથી લઈને અનેક પેરામેડીકલ કોર્સમાં મેટ્રિક પછી દાખલ થઈને શિષ્યવૃત્તિનો લાભ લેતા હતા.આવા લાભ લેનારા મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય શિષ્યવૃત્તિના કારણે ભણી શકવાથી ઉજવળ બનતું હતુ.આવા હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય કરી દેનારો ભારતીય જનતા પાર્ટીની સરકારનો નિર્ણય સંપૂર્ણપણે નીંદનીય છે.ખાલી ટેકનીકલ કોર્સમાં જ આ વર્ષે જોઈએ તો આદિવાસી સમાજમાંથી આવતા એસટી કેટેગરીના 3900 વિધાર્થીઓએ પ્રવેશ લીધેલો છે.જેઓને હવેથી શિષ્યવૃત્તિ નહીં મળે.સરકાર તાત્કાલિક પોતાનો આ તઘલખી નિર્ણય રદ કરે અને આદિવાસી સમાજમાંથી આવતા બાળકોને કોંગ્રેસના સમયથી મળતી આવતી શિષ્યવૃત્તિ પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.જોકે અહી આહવા ખાતે યોજાયેલ જન આક્રોશ  રેલીમાં વાંસદાના ધારાસભ્યની હાજરી વચ્ચે પણ કોંગ્રેસના ગણ્યા ગાંઠ્યા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.જેના કારણે  કોંગ્રેસમાં આંતરિક જુથવાદ હોવાનો ગણગણાટ જોવા મળ્યો હતો…

Back to top button
error: Content is protected !!