MORBI – મોરબીમાં એસપીની આગેવાનીમાં પોલીસનું મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું
MORBI – મોરબીમાં એસપીની આગેવાનીમાં પોલીસનું મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું
મોરબીમાં આજે એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પોલીસનું મેગા કોમ્બિંગ થયું હતું. જેમાં એસપી રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઈ અને પોલીસ જવાનો જોડાયા હતા. આ વેળાએ કાળા કાચ વાળી કાર, નંબર પ્લેટ વગરની કાર સહિતના સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી.
આ અંગે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું કે મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા સમયાંતરે મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજે પણ ડ્રાઇવ યોજાઈ છે. શાંતિનો માહોલ જળવાઈ રહે તેમજ લોકોની સલામતી રહે અને લોકોનો પોલીસ ઉપરનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આ કોમ્બિંગ કરવામાં આવે છે. વધુમાં એસપીએ લોકોને અપીલ ક૨ી હતી કે જે લોકો વાહન ચલાવે છે તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે.
આ ઉપરાંત ભારે વાહનોની પ્રવેશબંધીના જાહેરનામાનો અમલ કરાવવામાં આવે…