GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI :મોરબીના ફ્લોર હોમ્સ નજીકથી બાઈકની ઉઠાંતરી કરનાર શખ્સ ઝડપાયો

MORBI :મોરબીના ફ્લોર હોમ્સ નજીકથી બાઈકની ઉઠાંતરી કરનાર શખ્સ ઝડપાયો

 

મોરબીના ફ્લોર હોમ્સ પાસેથી કોઈ અજાણ્યો ઇસમ હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરી કરી ગયો હોવાની સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદના આધારે મોરબી એલસીબી ટીમે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે

મળતી માહિતી મુજબ મોરબીના વોરા બાગ પાસે આવેલ ફ્લોરા હોમ્સમાં રહેતા અશ્વિનભાઇ હરજીવનભાઇ સિતાપરા ઉ.વ.૪૪ એ બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૨ ના રોજ ફલોરા હોમ્સ પાસે ક્રિષ્ણા ઓટો ગેરેજ પર તેમનું હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નં.GJ02CD8923 કીમત રૂ.૨૦,૦૦૦ વાળું પડ્યું હોય તેની કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ નોધાવતા મોરબી એલસીબી ટીમે તપાસ હાથ ધરી હતી

મોરબી એલસીબી ટીમે તપાસ દરમિયાન મોરબીના વેજીટેબલ રોડ પર શંકાસ્પદ ઈસમને રોકી મોટર સાઈકલ અંગે પુરાવાના માગતા પુરાવા નહિ હોવાનું જણાવી સંતોષકારક જવાબ ના મળતા વધુ પુછપરછ હાથ ધરવામાં આવતા શંકાસ્પદ ઇસમ હરેશ રાજેશભાઈ પંચાસરા રહે-બેલા(રંગપર) જી.મોરબી વાળો હોવાનું અને મોટર સાઈકલ ફ્લોરા હોમ્સ નજીકથી ચોરી કરી હોવાની કબુલાત આપતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!