MORBI મોરબીમાં સિરામિક ફેકટરીઓમાં સિલીકોશિશ પીડિત સંઘ દ્વારા ફેકટરી એકટ ના નોંધાયેલા કાયદા નો કડક અમલ કરાવવા રજૂઆત
MORBI મોરબીમાં સિરામિક ફેકટરીઓમાં સિલીકોશિશ પીડિત સંઘ દ્વારા ફેકટરી એકટ ના નોંધાયેલા કાયદા નો કડક અમલ કરાવવા રજૂઆત
મોરબી અને સુરેન્દ્રનગરમાં સીલીકોસીસના કારણે કામદારોના થઇ રહેલ મૃત્યુના સમાચાર અખબારોને પાને ચમકતા રહ્યા છે. આપના અધીકાર ક્ષેત્રમાં આવતા એકમોમાં થઇ રહેલા આ મોત માટેની ભાગે પડતી જવાબદારી આપને માથે પણ આવે તે બાબત આપ ચીંતીત હશો જ અને તે અંગે જરૂરી પગલાં પણ આપનું કાર્યાલય લઇ રહ્યું હશે.
સીલીકોસીસથી પીડાતા અમારા જેવા દર્દીઓ સીવાય તેની વેદના કોને સમજાય? અમે બળતે હૈયે મોતનો આ સીલસીલો અટકાવવા સંયુક્ત નિયામક ઔઘિગિક સલામતી અને સ્વાસ્થ્ય માટે લેખિતમાં રજુઆત
મોરબી ખાતે કાયદા પાલન કરાવવામાં ખાતું સરેઆમ નીષ્ફળ રહ્યું છે. કાયદાનું પાલન કરાવી શકે એટલી સક્ષમતાનો અભાવને કારણે કામદારો સીલીકોસીસના ભોગ બને છે અને મોતને ભેટે છે. જ્યારે આ સવાલો લઈને મોરબી ડીસ કચેરી વારંવાર રજુઆતો કરેલ છે. મોરબી ડીશના અધીકારી કામદારોને ઓળખ કાર્ડ પણ અપાવી ન શકતા હોય તો આવા અધીકારી કાયદાની બીજી જોગવાઇઓનું તો પાલન કેમ કરાવી શકશે? મોરબીના શ્રમજીવીઓના રક્ષણ માટે સક્ષમ અધીકારીની નીમણૂક કરવી જોઇએ જે કાયદાનું પાલન કરાવી શકે.
રાજકોટ વીભાગના સર્ટિફાઇસર્જન કેટલી વાર મોરબી સીરામીક એકમોની વિઝિટ કરે છે અને તે દરમ્યાન વીવીધ વ્યવસાયિક બીમારીથી પીડાતા કેટલા કારીગરો મળી આવ્યા છે તેનો અહેવાલ પ્રજાને આપવો જોઇએ. જો રોગીઓ મળી આવ્યા તો શા પગલાં લીધાં તે પણ જણાવવું જોઇએ. વધુ અવાજ કે અન્ય કોઈ પ્રદૂષકોની માહીતી એમણે મળી અને તેના પર શું કાર્યવાહી કરાવી તે જાણવો.
મોરબી અને થાન ના એકમોમાં હવાના કેટલા નમુના દર મહીને મેળવવામાં આવે છે અને તે નમુનાઓમાં કેટલા નમુના નીયત મર્યાદા કરતાં વધુ પ્રદુષણ મળી આવે છે અને તે માટે શી કાર્યવાહી કરવામાં આવે
સુરેન્દ્રનગર કચેરીથી મ્રુતકને સીલીકોસીસ હતો તેની ખરાઇ સીવીલ સર્જન પાસે કરાવી લાવવાનો આગ્રહ રાખવામાં આવે છે. રાજ્ય સરકારે ૨૦૧૬માં આ બાબતે ઠરાવ ક્રમાંક LWS/142011/715751/4 – 3 તા.૨૦/૦૧/૧૬ દ્વારા ખરાઇ સર્ટીફાઇંગ સર્જન પાસે કરાવવા ઠરાવ્યું છે અને તે ઠરાવની નકલ અમે સરકારી મજુર અધીકારીને આપી હોવા છતાં ફરી ફરીને આવો આગ્રહ રાખી અરજી પરત મોકલવામાં આવે છે અને અરજદાર લાભથી વંચીત રહી જાય છે. આ અંગે આપની કચેરી સુરેંદ્રનગર કચેરીને શું માર્ગદર્શન આપે છે?