GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જેતપર મચ્છુ ખાતે કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો

MORBI મોરબીના જેતપર(મચ્છુ) ખાતે વિવિધ પ્રકારના કેન્સરના નીદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ રાખવામાં આવ્યો.

 

 

જિલ્લા વિકાસ અધિકારી મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી મોરબી તથા GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર જેતપર(મચ્છુ) ખાતે વિવિધ પ્રકારના કેન્સર નાં નીદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ રાખવામાં આવેલ,

ઉપરોક્ત સ્ક્રીનીંગ કેમ્પને જેતપર(મચ્છુ) ગામના સરપંચશ્રી દ્વારા દિપ પ્રાગટપ કરીને ખુલ્લો મુકવામાં આવેલ, અને પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરેલ અને લોકોને બહોળી માત્રામાં આ કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો, આ કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટનાં નિષ્ણાંત કેન્સર રોગનાં ડોક્ટર દ્વારા કુલ ૧૫૬ દર્દીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ, જેમાં ઓરલ કેન્સર અંગેનું કુલ ૭૫ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ તથા બેસ્ટ કેન્સર અંગેનું કુલ ૪૨ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ, અને સર્વાઈકલ કેન્સર નાં કુલ ૩૯ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ, આ સ્ક્રીનીંગમાંથી ઓરલ કેન્સર નાં ૩ દર્દીઓને રીફર કરવામાં આવેલ, તથા બ્રેસ્ટ કેન્સરના ૧ દર્દીને રીફર કરવામાં આવેલ, આ કેમ્પમાં આરોગ્ય શાખા નાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સંજય શાહ, એપેડેમિક મેડીકલ ઓફિસર ડો. દિપક બાવરવા, સી.એચ.સી. અધિક્ષક ડો.હાર્દિક મહેતા, તાલુકા હેલ્થ ઓફિસર મોરબી ડો.જીગ્નેશ પંચાસરા, સોશ્યલ વર્કર તેહાન શેરસીયા, મોરબી તાલુકા સુપરવાઈઝર તથા અન્ય આરોગ્ય કર્મચારીશ્રીઓએ જહેમત ઉઠાવેલ અને આ કાર્યક્રમને સફળ બનાવેલ.

Back to top button
error: Content is protected !!