MORBI મોરબી જિલ્લાના સૌથી ચકચારી હત્યાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

MORBI મોરબી જિલ્લાના સૌથી ચકચારી હત્યાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
મોરબી સીટી એ ડીવી પોલીસ તા. ૧૭/૧૨/૨૦૨૧ ના રોજ ફરીયાદી નીમીષાબેન વિરલભાઈ શાહની એવી ફરીયાદ પરથી કે આ કામના આરોપીએ ફરીયાદીના પીતા દિનેશભાઈ અમૃતલાલ મહેતા તેના ધરે એકલા હોય તેની આરોપીને જાણ હોય જેથી તેની એકલતાનો લાભ લઈ તેના ધરે ચોરી કરવાના ઈરાદે દિવસ દરમ્યાન પ્રવેશી ચોરીની કોશીસ કરતા ધરમાં કોઈ દરદરગીના રાખેલ ન હોય ફરીયાદીના પીતા દિનેશભાઈ અમૃતલાલ મહેતા વૃધ્ધ હોય અને ધરે હાજર હોય જેથી તેના માથામાં કોઈ તિક્ષ્ણ અથવા બોથડ પદાર્થથી ત્રણ ધા મારી ગંભીર ઈજા કરી તથા ડાબા હાથની ટચલી આંગણી પછીની આંગણીના વેઢામાં તથા ગળાના ભાગે તથા જમણા પગના ગોઠણમાં ઈજા કરી મોત નીપજાવી નાશી જવાનો આરોપીએ ગુનો કરેલ બાબતનો ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીઓ કલ્પેશ ઉર્ફ ધોધાભાઈ મુળજીભાઈ કંજારીયા નાઓની ધરપકડ કરી આરોપી વિરુધ્ધ આઈ.પી.સી. કલમ ૩૦૨, ૩૮૦,૪૫૪,૫૧૧ તથા જી.પી એકટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરેલી. આ અંગેનો કેશ અત્રેના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો આરોપી વતી મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી દીલીપભાઈ અગેચાણીયા રોકાયેલ.
આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરશ્રી તથા તપાસ કરનાર અધીકારી શ્રી વિગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દવારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ચાર ચાર સાહેદોના સી.આર.પી.સી. કલમ-૧૬૪ ના નીવેદનો લીધેલા છે તેમ છતા પણ ફરીયાદ પક્ષ તેનો કેસ સાબીત કરવામાં નિષ્ફળ નીવડેલ છે અને આ કામના મરણજનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. આ કામે ડોગ સ્કવોડ અધીકારીને બોલાવેલ ડોગને સુટકેસ સુંધડાવેલ અને ત્યારબાદ ડોગ કલ્પેશ મુળજીભાઈના ધર પાસે ગયેલ તો તપાસ કરનાર અધીકારી એ આ મકાન કોનુ હતુ તેનો કોઈ આધાર પુરાવો આ કામે રજુ રાખેલ નથી તેમજ તપાસ કરનાર અધીકારીએ બનાવના કોઈ ફોટોગ્રાફ પણ રજુ રાખેલ નથી તેમજ આ સ્નાફર ડોગના કોઈ પુરાવાના આધારે આરોપીને સજા ન થઈ શકે .વધુમાં ગુજરનારને ધારદાર હથીયાર લાગેલ હતુ તો તપાસ કરનાર અધીકારીએ આ કામમાં ધોકો કબ્જે કરેલ છે જે ધારદાર હથીયાર ન કહેવાય તેમજ આરોપીના મોબાઈલના આધારે મોબાઈલનુ લોકેશન મેળવી તેની હાજરી મરણજનારના ધરમાં હતી તે તપાસ કરનાર અધીકારી સાબીત કરી શકેલનથી બીજુ કે ખુન કરવાનો હેતુ સાબીત થવો જોઈએ તે પણ ફરીયાદ સાબીત કરી શકેલ નથી. કોર્ટે નોર્ધેલ કે સાક્ષી જુઠુ બોલી શકે પરંતુ સંજોગો કદી જુઠુ બોલી શકતા નથી
સદરહુ કેસ માત્ર હથીયાર કે ગુજરનાર તથા આરોપી ના કપડા પર લોહીના ડાધ મળવાથી કેસ સાબીત ન થાય અને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ જે ગોલ્ડન પોઈન્ટ આપવામાં આવે છે કે લાસ્ટ સીન ટુ ગેધરની થીયરીમાં પોલીસ તપાસમાં એકપણ કડી ખુટવી ન જોઈએ અને સરકારી વકીલશ્રીની દલીલનો વિરોધ કરતાં બચાવ પક્ષના એડવોકેટશ્રી દીલીપભાઈ અગેચાણીયાએ વધુમાં દલીલ કરેલ કે આ કેસ એ લાસ્ટ સીન ટુ ગેધર થીયરીમાં ન આવે અને આરોપીને ગુજરનારના ધરમાં જતા કોઈએ જોયો નથી તે તેના ફળીયામાં હતો તેથી આ થીયરી આખા કેસમાં કાય ના કરે.
બચાવ પક્ષે વધુ દલીલ કરવામાં આવેલ કે શંકા કયારેય સાબીતીનુ સ્થાન ન લઈ શકે તેમજ નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલ છેકે કોઈ પણ કેસમાં મોટીવ સાબીત કરવો જ પડે તોજ સજા થઈ શકે આમ બચાવ પક્ષે સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના અનેક ચુકાદા રજુ કરેલ તે તમામ ચુકાદા તથા દલીલોને માન્ય રાખી તથા ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ શ્રી દીલીપભાઈ અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ તેમજ એવુ પણ નોંધેલ કે ફરીયાદ પક્ષના કેસમાં ઘણી વખત ખામી રહેલ હોય જેથી આરોપીને સજા થઈ શકે નહી.
આરોપી તરફે મોરબી જીલ્લાના જીતેન અગેચાણીયા, સીનીયર એડવોકેટ શ્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા, રોકાયેલ હતા.







