થરાદના આસોદર ખાતે “સંપૂર્ણતા અભિયાન સમાપન સમારોહ” યોજાયો

વિવિધ વિભાગ દ્વારા ૬ ઇન્ડિકેટરની ૧૦૦% સફળતાની ઝાંખી કરાઈ રજૂ
*શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીશ્રી/કર્મચારીઓનું કરાયું સન્માન*
એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં ૪ જુલાઇ થી ૩૦ સપ્ટેમ્બર,૨૦૨૪ સુધી “સંપૂર્ણતા અભિયાન” શરૂ કરવામાં આવ્યું હતું. જે ૩૦ સપ્ટેમ્બર,૨૦૨૪ના રોજ પુર્ણ થતા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં “સંપૂર્ણતા અભિયાન સમાપન સમારોહ”
કાર્યક્રમ યોજાયો હતો.
થરાદના આસોદર સ્થિત આદર્શ વિદ્યાલય ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રીએ આકાંક્ષા હાટનું લોન્ચિંગ કરાયું હતું. આ સાથે આરોગ્ય, આઈ.સી.ડી.એસ, ખેતીવાડી, મિશન મંગલમ અને શિક્ષણ વિભાગના વિવિધ યોજનાકીય સ્ટોલ ઊભા કરાયા હતા. વિવિધ વિભાગ દ્વારા તેમને લગત ૬ ઇન્ડિકેટરની ૧૦૦% સફળતાની ઝાંખી રજૂ કરાઈ હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ “સંપૂર્ણતા અભિયાન” અંતર્ગત મેળવેલ સિધ્ધીઓને જાળવી રાખવા સુચન કર્યું હતું.
“સંપૂર્ણતા અભિયાન” હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવેલ જિલ્લા કક્ષાના ૦૩ તેમજ તાલુકા કક્ષાના ૨૧ અધિકારીશ્રી/કર્મચારીઓને પ્રમાણપત્રથી બિરદાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી,જિલ્લા આયોજન અધિકારીશ્રી સહિત જિલ્લાના સબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
				



