MORBI :મોરબી સિવિલ હોસ્પિટલમાં સીલીકોસીસ પીડીતોને દવાનો સ્ટોક ન હોવાને કારણે સારવારથી વંચિત રાખવાના ગંભીર બનાવ અંગે તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવા માંગ.

MORBI :મોરબી સિવિલ હોસ્પિટલમાં સીલીકોસીસ પીડીતોને દવાનો સ્ટોક ન હોવાને કારણે સારવારથી વંચિત રાખવાના ગંભીર બનાવ અંગે તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવા માંગ.
મોરબી જિલ્લા કલેકટરને લેખિતમા રજૂઆત કરી કે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા બે સીલીકોસીસ પીડીત દર્દીઓને જરૂરી દવા હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોવાના કારણે આપવામાં આવી ન હતી.હોસ્પિટલના ડોકટરશ્રીએ જણાવ્યું કે “દવાનો સ્ટોક ઉપલબ્ધ નથી, તેથી રાજકોટ અથવા બહારથી ખરીદવી પડશે.”
સીલીકોસીસ પીડીતો અતિ નબળા આર્થિક વર્ગના હોય છે. આવક શૂન્ય હોવાના કારણે દવા બહારથી ખરીદવી અશક્ય બને છે. આ પરિસ્થિતિ માનવતા વિરુદ્ધ અને આરોગ્ય અધિકારના ઉલ્લંઘન સમાન છે.
આ ઉપરાંત, માનનીય કલેક્ટરશ્રી દ્વારા સીલીકોસીસ પીડીત દર્દીઓ માટે નિ:શુલ્ક સારવાર અને દવા ઉપલબ્ધ કરાવવા બાબતે જારી કરાયેલ પરિપત્રનો મોરબી સિવિલ હોસ્પિટલમાં યોગ્ય અમલ થતો નથી. હોસ્પિટલ તંત્રની આ બેદરકારી સીલીકોસીસ પીડીતો માટે ગંભીર અડચણ સર્જી રહી છે.
આથી આપને નમ્ર વિનંતી છે કે —
મોરબી સિવિલ હોસ્પિટલમાં સીલીકોસીસ પીડીત દર્દીઓને દવાનો સ્ટોક ન મળવાના બનાવની તાત્કાલિક તપાસ કરાવી, જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરશો.
મોરબી સિવિલ હોસ્પિટલને પરિપત્ર મુજબ સીલીકોસીસ પીડીત દર્દીઓ માટે નિ:શુલ્ક સારવાર અને દવાનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ રાખવા કડક સૂચના આપવામાં આવે.
સીલીકોસીસ પીડીતો પહેલેથી જ ગંભીર શારીરિક અને આર્થિક મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. સરકારી તંત્ર તરફથી પણ અવગણના થાય, તો તેમનું જીવન વધુ કઠિન બની જાય છે.તેથી આ બાબતને માનવતા અને ન્યાયના ધોરણે ગંભીરતાપૂર્વક લઈ તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી છે.









