MORBI મોરબીમાં ગૌમાતા રાષ્ટ્ર માતા બનાવવા માટે સંતો-મહંતો અને સર્વે હિન્દુ સંગઠનના આગેવાનોની હાજરીમાં મહત્વની બેઠક યોજાઈ
MORBI મોરબીમાં ગૌમાતા રાષ્ટ્ર માતા બનાવવા માટે સંતો-મહંતો અને સર્વે હિન્દુ સંગઠનના આગેવાનોની હાજરીમાં મહત્વની બેઠક યોજાઈ
મોરબીમાં ગૌમાતા રાષ્ટ્ર માતા બનાવવા માટે સંતો-મહંતો અને સર્વે હિન્દુ સંગઠનના આગેવાનોની હાજરીમાં મહત્વની બેઠક મોરબી સર્કિટ હાઉસ ખાતે મળી હતી જેમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ત્યારબાદ મોદી માળીયા 65 વિધાનસભા ના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃત અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
મોરબી સર્વે હિન્દુ સંગઠન અધિકારી ભાઈઓ બહેનોને ખાસ જણાવવાનું કે ગૌમાતા રાષ્ટ્ર માતા તરીકે પ્રસિદ્ધ થાય તારીખ તો.6 10 2024 ને રવિવાર સાંજે 5:00 વાગે મોરબી સર્કિટ હાઉસ એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ સંતો મહંતો અને સર્વે હિન્દુ સંગઠના અધિકારી ભાઈઓ બહેનો દ્વારા રાખવામાં આવી હતી જેમકે
ભારતમાં બહુમતી હિન્દુ ધર્માવલંબીઓ ગૌમાતાને ધાર્મિક આસ્થાનું પ્રતિક માને છે. વેદ, શાસ્ત્ર, પુરાણ,સ્મૃતિ વગેરે તમામ ધર્મશાસ્ત્રો ગાયને પશુ ગણવા માટે ના પાડે છે. આમ છતાં ભારત સરકારે ગૌમાતાને પશુની શ્રેણીમાં ગણી આ બાબતને બંધારણની કલમ ૪૮ હેઠળ રાજ્ય સરકાર નો વિષય બનાવેલ છે. વસ્તુત આ ધાર્મિક આસ્થાનો મામલો હોઈ એને બંધારણના અનુચ્છેદ ૨૫ હેઠળ સમાવેશ કરી કેન્દ્ર સરકારના વિષયમાં સમાવેશ કરવો અને સંપૂર્ણ ભારતમાં ગોવંશ હત્યા પ્રતિબંધિત કાનૂન બનાવી ગૌમાતાને પશુ શ્રેણીમાંથી હટાવીને ગોમાતા ને રાષ્ટ્રમાતા ના પદ ઉપર પ્રતિષ્ઠિત કરવામાં આવે. તે વિષયને લઈને મોરબી માળિયા 65 વિધાનસભાના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા ને એક આવેદનપત્ર દઈને રજૂઆત કરવામાં આવી હતી કે સરકાર શ્રી દ્વારા અમારી વાતને આપના માધ્યમથી પહોંચાડવામાં આવે અને આ બિલ શંકરાચાર્ય દ્વારા બનાવેલું એ આપના અને આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાને ને આપવામાં આવે તે પણ તેના માધ્યમથી સરકાર શ્ સરકારશ્રીને પહોંચાડવામાં આવે અને અમારી રજૂઆતને પહોંચાડીને તાત્કાલિકના ધોરણે ગૌમાતા રાષ્ટ્ર માતા પ્રસિદ્ધ કરવામાં આવે આ માંગણીને લઇને ચારેય પીઠના શંકરાચાર્યોના નેતૃત્વ માં સર્વે હિન્દુ સંગઠન ગોમાતા રાષ્ટ્ર માતા પ્રતિષ્ઠા અભિયાન ચલાવે છે. જગદ્ગુરુ શંકરાચાર્યજીની અધ્યક્ષતા ગોસંસદ દિલ્હી ખાતે મળેલી જેમાં આ અગે રામાગો પ્રતિષ્ઠા સંહિતા વિધેયક પારીત કરેલ છે. બનાવવા સંપૂર્ણ પ્રયત્ન કરી આ પૂણ્ય કાર્યમાં સહભાગી બની ગોમાતા અને હિન્દુ જનતા આશીર્વાદ આપીને સહભાગી કાર્યમાં સંપૂર્ણ રીતે જોડાવા અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગૌરક્ષક દળ ગુજરાત રાજ્ય હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મહાકાલ ગ્રુપ મોરબી શિવ શક્તિ સેવા સંગઠન અર્જુન સેના હિન્દુ જાગરણ મંચ ધર્મજાગરણ મંચ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ કેસરીનંદન ગ્રુપ એકતા એજ લક્ષ સંગઠન સંવેદના ન્યુઝ મોરબી ડિસ્ટ્રીક અને પ્રેસ મીડિયાના ભાઈઓ પણ હાજર રહ્યા હતા સર્વે હિન્દુ સંગઠન ના અધિકારી તથા કાર્યકર્તા ભાઈઓ બહેનો બોહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા