GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:પશ્ચિમ બંગાળમાં હિંદુઓ ઉપર થતા અત્યાચારના વિરોધમાં મોરબી વિશ્વ હિન્દુ પરિસદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર

MORBI:પશ્ચિમ બંગાળમાં હિંદુઓ ઉપર થતા અત્યાચારના વિરોધમાં મોરબી વિશ્વ હિન્દુ પરિસદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર

 

 

પશ્ચિમ બંગાળમાં હિંદુઓ ઉપર થતા અત્યાચારના વિરોધમાં મોરબી વિશ્વ હિન્દુ પરિસદ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું વર્ક્સ કાયદા ના વિરોધમા પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા હિંસા થવા મામલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પશ્ચિમ બંગાળ મા રાષ્ટ્રપતિ શાસન લગાવવામા આવે તેવી માંગ કરવામાં આવી છે આ અંગે મોરબીમા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કહેવામાં આવ્યું હિન્દુ નરસંહાર તથા ૫૦૦ થી વધુ હિંદુ પરિવારો ના ઘર અને રોજગાર નો નાશ કરવામાં આવ્યો અને તેમને પશ્ચિમ બંગાળ માંથી કાઢવાના હીન પ્રયાસો કરવામાં આવ્યા તેના વિરોધ માં વિશ્વ હિન્દુ પરિષદ.દ્વારા મોરબી જીલ્લા કલેક્ટરશ્રી ને સવારે ૧૧:00 વાગ્યે.મોરબી.જિલ્લા કલેકટર કચેરી,આવેદન પત્ર આપવામા આવ્યું હતું અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કહેવામાં આવ્યું પશ્ચિમ બંગાળની સરકાર અને ત્યાંનુ પ્રશાસને કડક અને યોગ્ય કાર્યવાહી કરી નથી ઉપરાંત હિંદુ સમાજ ના વિરોધ માં પગલાં લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું હોવાથી વિહીપ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ માં કર્ણાવતી ક્ષેત્ર બજરંગદળ સંયોજક તથા વિશ્વ હિંદુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી શ્રી ભાવેશભાઈ ઠક્કર તથા મોરબી જિલ્લા તથા મોરબી પ્રખંડ, હળવદ પ્રખંડ તથા વાંકાનેર પ્રખંડ માંથી વિહીપ બજરંગદળ તથા દુર્ગા વાહીની ના જવાબદાર કાર્યકર્તા તથા હિન્દુ સમાજ ના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!