BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેકશન અને લોક દરબાર યોજાયો, ચિલ્ડ્રનરૂમનું પણ ઉદ્ઘાટન કરાયું


સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારનું આયોજન જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જેમાં એસ.પી. મયુર ચાવડાએ પોલીસ સ્ટેશનની મુલાકાત લઇ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટ સહિતની કામગીરી માટે આવતા અરજદારોના બાળકો માટે ચિલ્ડ્રનરૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જેનું એસ.પી.મયુર ચાવડાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ બાદ પોલીસ મથકમાં લોક દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં સમાવિષ્ટ ગામના લોકોના પ્રશ્નો પોલીસ અધિકારીઓએ સાંભળ્યા હતા અને તેનું નિરાકરણ લાવવા ખાતરી આપી હતી. સદર કાર્યક્રમમાં પી.આઈ. બી.એન સગર તેમજ તાલુકા પોલીસ મથકના પી.આઇ.સીસોદીયા, અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.



