MORBI:પ્રોઢને મગજની આંચકીની સારવાર આપી સ્વસ્થ કરતી મોરબી આયુષ હોસ્પિટલ
MORBI:પ્રોઢને મગજની આંચકીની સારવાર આપી સ્વસ્થ કરતી મોરબી આયુષ હોસ્પિટલ
મોરબી જીલ્લાના એક દર્દી જેમની ઉમ્ર 55 વર્ષ છે જેમને બેભાન હાલત માં આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી માં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉ. ઉત્તમ પેઢડીયા સાહેબ કે જે જનરલ ફીઝાશિયન તેમજ ક્રીટીકલ સ્પેશિયાલિસ્ટ છે. તેમને દર્દી ની તપાસ કરતા તેમજ દર્દી ના સગા ને દર્દી ની જાણકારી પુછતા જણાયું કે તેમને એજ દિવસ માં ૩ થી 4 વખત મગજની આંચકી તેમજ મોઢામાં થી ફીણ નીકળી ગયેલ છે. તેમજ એક વર્ષ પેલા દર્દી ને બીજા હોસ્પિટલ માં મગજ માં પાણી ભરાતા (Hydrocephalus ) તેમનું ઓપરેશન (V-P-Shunt) પણ કરાવેલ છે. પ્રાયમરી તેમજ ખેંચ (Convulsion) ની સારવાર ઈમરજન્સી માં કરી. દર્દી ને જરૂર રિપોર્ટ કે જેવા MRI ને એ કરાવી ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દી ની આંચકીની સારવાર કરવા છતાં.બીજા દિવસે ભાન અવસ્થામાં ફેર ન પડવાથી દર્દી નો કમર ના ભાગનું પાણી (CSF Study) ની તપાસ કરવાનું નક્કી કરયું તપાસ કરતા જણાયું કે તેમને જીવાણું (Bacterial Meningitis) નો ચેપ છે. કમર ના પાણીમાં રિપોર્ટ મુજબ સારવાર માં ફેરફાર કરતા દર્દી ને બેભાન અવસ્થા ધીમે, ધીમે સુધરવા લાગી આજે સરસ ભાનમાં તેમજ ચાલતા ફરતા છે. આથી દર્દી ને હસતા મો એ આયુષ હોસ્પિટલ માંથી રજા કરવાની છે.