વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૨૩ જુલાઈ :- ગુજરાત સ્ટેટ જુનિયર બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ ૨૦૨૫-૨૬માં સમગ્ર રાજ્યમાંથી કુલ ૨૬ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો
ભુજમાં પશ્ચિમ કચ્છ પોલીસ અને કચ્છ જિલ્લા બાસ્કેટબોલ એસોસિએશનના સહયોગથી ગુજરાત રાજ્ય બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ જુનિયર બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ ૨૦૨૫-૨૬નો તા.૧૮ જુલાઇથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. તા.૨૧ જુલાઈના ફાઈનલ મેચ સાથે ચેમ્પિયનશીપનું સમાપન થયું હતું. આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ ૨૬ ટીમએ ભાગ લીધો હતો. જેમાં ૧૬ બોય્ઝ અને ૧૦ ગર્લ્સની ટીમ સ્પર્ધામાં સામેલ થઈ હતી.ભુજ શહેરના સેડાતા રોડ ઉપર આવેલા સૂર્યા વરસાણીના ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સ્ટેટ જુનિયર બાસ્કેટબોલ ચેમ્પિયનશીપના પ્રારંભ સમયે કચ્છના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, પશ્ચિમ કચ્છ પોલીસ વડાશ્રી વિકાસ સુંડા સહિતના અધિકારીઓ તેમજ કચ્છ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરશ્રી ડૉ. મોહન પટેલ સહિત પાલિકાના કારોબારી ચેરમેન મહિદિપસિંહ જાડેજા તેમજ અગ્રણીઓ, કચ્છ જિલ્લા બાસ્કેટબોલ ઓસોસિએશનનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, ગુજરાત સ્ટેટ જુનિયર બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ ૨૦૨૫-૨૬માં સમગ્ર રાજ્યમાંથી કુલ ૨૬ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે.સમગ્ર રાજ્યમાંથી ૨૬૦થી વધુ ખેલાડીઓ કચ્છનાં મહેમાન બન્યા હતા. તા.૨૧ જુલાઈનાં ફાઈનલ યોજાઈ હતી જેમાં ભાવનગરની બંને ટીમો (boys and girls) વિજેતા થયેલ. જે દર્શકો માટે પણ ઘણી રોચક બની હતી.