AHAVADANGGUJARAT

ડાંગ: સાપુતારા–વઘઈ રોડ ઉપર બારીપાડા ત્રણ રસ્તા પાસે ટેમ્પો ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક ચાલકનું મોત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સાપુતારા – વઘઈ રોડ ઉપર બારીપાડા ત્રણ રસ્તા પાસે આઇસર ટેમ્પો ચાલકે બાઈકને અડફેટમાં લેતા અક્સ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં મોટરસાયકલ  ચાલકનું મોત નિપજ્યું હતુ.સાપુતારા – વઘઈ રોડ ઉપર બારીપાડા ત્રણ રસ્તા પાસે આઇસર ટેમ્પો રજી. નં.GJ-21-Y-5623ના ચાલકે પોતાના કબજાનો આઇસર ટેમ્પો પૂરઝડપ અને ગફલતભરી રીતે હંકારી લાવતા સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો.અને ત્યાંથી મોટરસાયકલ રજી. નં.GJ-30-B-3627નાં ચાલક સંજયભાઈ રામદાસભાઈ માહલા(ઉ. વ.37 ,રહે.ચીખલી (શામગહાન) તા.આહવા જી.ડાંગ)ને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં સંજયભાઈ માહલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે શામગહાન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ.તેમજ આ અકસ્માતમાં આઇસર ટેમ્પો ક્લિનર સાઇડે પલટી મારી ગયો હતો જેમાં આઇસર ટેમ્પો ચાલકને પણ ઈજા પહોંચી હતી.આ અકસ્માતને પગલે સાપુતારા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!