BHARUCHNETRANG

નેત્રંગ : શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી.લી., ચાસવડ દ્વારા સભાસદ નું દુ:ખદ અવસાન થતા સહાય ચેંક અર્પણ કરાયો….

 

પટેલ બ્રિજેશકુમાર, નેત્રંગ

તા.૧૮/૧૦/૨૦૨૪

 

નેત્રંગ : તા.૦૧/૧૦/૨૦૨૪ ના રોજ વાલિયા તાલુકાના રાજપરા ગામના સ્વ. વસાવા માનસીંગભાઈ ડુંગરીયાભાઈ સભાસદ નું દુ:ખદ અવસાન થયેલ હતું. તેઓ ના પરિવારને મરણ સહાય રૂપે ચાસવડ મંડળીએ વાર્ષિક સાધારણ સભા માં જે ઠરાવ કર્યો હતો. એના ભાગરૂપે ચાસવડ મંડળી તરફથી મરણ સહાય રૂપે તેઓના કુટુંબીજનોને રૂ.૩૦,૦૦૦/- નો ચેક ચાસવડ મંડળીના પ્રમુખ કવિભાઈ કે.વસાવા અને ઉપ-પ્રમુખ અરવિંદભાઈ વી.વસાવા તેમજ ચાસવડ મંડળીનાં બોર્ડ મેમ્બરો તરફ થી તા.૧૮/૧૦/૨૦૨૪ ના રોજ સભાસદ ના ઘરે જઈ રાજપરા ગામ નાં સરપંચ લવભાઈ મચાભાઈ વસાવા, રુંધા ગામનાં સરપંચ નૂતનબેન હસમુખભાઇ વસાવા અને ગામ નાં અગ્રણીઓની ઉપસ્થિતી માં ચેક અર્પણ કરવામાં આવ્યો. સૃષ્ટિ નાં અફર નિયમ મુજબ ગુમાવેલ સ્વજન પાછું આવી શકતું નથી. પરંતુ આ તબક્કે કુટુંબીજનો ને આપેલ શાંત્વના અને ગુમાવેલ સ્વજન ની ઉત્તરક્રિયા માટે મંડળી પરિવાર તરફ થી ચાલુ કરવામા આવેલ આ પહેલ માટે મંડળી પરિવાર વતી સૌ સભાસદ મિત્રો નાં આભારી છીએ. આ ઉમદા કાર્ય કરવા માટે અમોને મંડળી નાં જાગૃત સભાસદો તરફ થી જે જવાબદારી સોંપવામાં આવી છે એ માટે સભાસદ મિત્રો નો ફરી દિલ થી આભાર વ્યક્ત કરીએ છીએ.

Back to top button
error: Content is protected !!