GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી વિશ્વ ક્ષય (TB) દિવસની ઉજવણી: બરવાળા સબ સેન્ટર ખાતે સર્વે અને પોષણ કીટનું વિતરણ

MORBI મોરબી વિશ્વ ક્ષય (TB) દિવસની ઉજવણી: બરવાળા સબ સેન્ટર ખાતે સર્વે અને પોષણ કીટનું વિતરણ
મોરબી: આજે ‘વિશ્વ TB દિવસ’ નિમિત્તે PHC ખાખરાળા હેઠળના બરવાળા સબ સેન્ટર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા બરવાળા ગામમાં TB સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી સંભવિત દર્દીઓને વહેલી તકે શોધી સારવાર આપી શકાય.
આ પ્રસંગે બરવાળા સબ સેન્ટરના FHW પૂનમબેન ડાંગર દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. તેમણે પોતાના સ્વ-ખર્ચે TB ના દર્દીઓને પોષણયુક્ત કીટનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી અને સમાજને સેવાનો સંદેશ આપ્યો હતો. આ રીતે બરવાળામાં વિશ્વ TB દિવસની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.










