MORBI:મોરબીના વેપારીને પ્લાસ્ટિક દાણાનો કોન્ટ્રાકટ આપવાની લાલચે ૧.૦૮ કરોડનું ચીટીંગ
MORBI:મોરબીના વેપારીને પ્લાસ્ટિક દાણાનો કોન્ટ્રાકટ આપવાની લાલચે ૧.૦૮ કરોડનું ચીટીંગ
મોરબીમાં ચીટીંગના બનાવો સતત વધી રહ્યા છે શેરબજારમાં સારા રીટર્નની લાલચ આપી તાજેતરમાં લાખોની ચીટીંગના બનાવો પ્રકાશમાં આવ્યા બાદ હવે વેપારીને પ્લાસ્ટિક દાણાનો કોન્ટ્રાકટ આપવાની લાલચ આપી બેંક ખાતામાં રૂ. ૧.૦૮ કરોડ ટ્રાન્સફર કરાવી કોન્ટ્રાકટ ના આપી તેમજ રોકાણ કરેલ રૂપિયા પરત નહિ આપી ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે

મોરબીની અવની ચોકડીએ રહેતા દિવ્યેશભાઈ ભરતભાઈ સવસાણી નામના વેપારીએ મોબાઈલ નંબર તેમજ બેંક એકાઉન્ટ ધારકો સહીત ૨૦ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી દિવ્યેશ સવસાણીને તારીખ ૦૩-૦૩-૨૦૨૨ થી તા. ૨૪-૧૧-૨૦૨૨ દરમિયાન લજાઈ ગામની સીમમાં સ્પાર્કલ પોલીમર્સ કારખાનામાં હોય ત્યારે આરોપીઓએ મોબાઈલથી સંપર્ક કરી પ્લાસ્ટિક દાણાનો કોન્ટ્રાકટ આપવાનું કહીને લોભામણી લાલચો આપી હતી અને વિશ્વાસ કેળવી જુદા જુદા ફોર્મ ઈમેલથી મોકલી જેના અવેજીમાં રૂપિયા ભરવાનું કહેતા વેપારીએ બેંક એકાઉન્ટમાં રૂ ૧,૦૮,૭૮,૪૫૮ નું રોકાણ કર્યું હંતુ બાદમાં આરોપીઓએ આજદિન સુધી કોન્ટ્રાકટ નહિ આપી તેમજ રોકાણ કરેલ રૂપિયા પરત ના આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે






