કાલોલ ના દેલોલ બસ સ્ટેન્ડ પાસે રોડ ક્રોસ કરતી યુવતીને અજાણ્યા વાહને અડફેટે લેતા મોત.
તારીખ ૦૩/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના દેલોલ ના બાર ફળિયામાં રહેતા મુળ રાયણવાડિયા ગામના અને લાવા કાસ્ટ કંપનીમાં નોકરી કરતા ગુલાબસિંહ ભારતસિંહ પરમાર દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓની ૨૦ વર્ષીય પુત્રી રિંપલબેન હીરો શોરૂમ કાલોલ ખાતે નોકરી કરતી હતી ગુરુવારે નોકરી પતાવી પોતાના ઘરે દેલોલ જતી હતી ત્યારે દેલોલ બસ સ્ટેન્ડ સામે રોડ ક્રોસ કરતા સમયે કાલોલ તરફથી આવતા કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પૂરઝડપે હંકારી રિંપલબેન ને અકસ્માત કરતા હાથે પગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી પોતાનુ વાહન લઈને નાસી ગયો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં રિંપલબેન ને ૧૦૮ મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા જ્યા ફરજ પરના ડોક્ટરે તપાસી મરણ પામેલ જાહેર કર્યા હતા.જે બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ પીએસઆઈ એસ એલ કામોલ દ્વારા શરૂ કરી છે.