GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના શકત શનાળા પ્લોટ શાળાના બાળકોએ શ્રીમદ્ રાજચંદ્ર લાઇબ્રેરીની મુલાકાત લીધી.

MORBI મોરબીના શકત શનાળા પ્લોટ શાળાના બાળકોએ
શ્રીમદ્ રાજચંદ્ર લાઇબ્રેરીની મુલાકાત લીધી.

 

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત “એક શાળા એકવાર નો કાર્યક્રમ” અંતર્ગત શકત શનાળા પ્લોટ શાળાના વિદ્યાર્થીઓને શ્રીમદ રાજચંદ્ર લાઇબ્રેરી ની મુલાકાત લેવડાવવામાં આવી.મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને લાઇબ્રેરીમાં રહેલ વિવિધ પુસ્તક તથા લાઇબ્રેરીમાં થતી વિવિધ કામગીરી અંગે જાણકારી આપવામાં આવી.
મુલાકાત દરમિયાન મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે જાગૃતતા ફેલાવવા તથા સ્વચ્છતા અંગે માર્ગદર્શન અને સૂકા કચરા અને ભીના કચરા ના નિકાલ વગેરે બાબતે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.


વિદ્યાર્થીઓને લાઇબ્રેરીની મુલાકાત લેવા આવવા અને જવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા સીટી બસની વ્યવસ્થા કરી આપવામાં આવેલ.લાઇબ્રેરીની મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓ સાથે શાળાના મદદનીશ શિક્ષિક દઢાણીયા નરભેરામભાઇ લાલજીભાઈ સાથે રહ્યા હતા.શાળાના પ્રિન્સીપાલ હર્ષદભાઈ મારવણીયાએ મોરબી મહાનગર પાલિકા,શ્રીમદ રાજચંદ્ર લાઇબ્રેરી તથા મોરબી મહાનગર પાલિકા આયોજિત સિટી બસ સર્વિસ નો આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!