
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપા સહિત અન્ય નેતાઓની ખુલ્લી ધમકીઓ સામે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ
નર્મદા કોંગ્રેસના આગેવાનોએ રાજપીપળા ગાંધી પ્રતિમા પાસે એકત્રિત થઈ પોલીસ મથક પહોંચી કેન્દ્રીય મંત્રી સહિત અન્ય ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી
જુનેદ ખત્રી : રાજપીપલા
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સહિત એનડીએના સાથી પક્ષોના નેતાઓ દ્વારા દાદી ઇન્દિરા ગાંધી ની જેમ હાલત કરવાની ધમકી તેમજ આતંકવાદી તરિકે વર્ણવવાની ભાજપા સહિત એનડીએના સાથી પક્ષો ની પ્રવુત્તિ સામે કોંગ્રેસે લાલ આંખ કરી છે, અને સમગ્ર દેશમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણીઓ કરનારા ભાજપા સહિત એનડીએ ના નેતાઓ વિરુદ્ધ ફરિયાદો દાખલ કરવાનું અભિયાન ચલાવેલ છે, જે અંતર્ગત આજરોજ નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ મથકમાં કોંગ્રેસ આગેવાનોએ એકત્રિત થઈ રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણી કરનારાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. નર્મદા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રફુલ પટેલ ફરિયાદી બની લેખિત ફરિયાદ પરિષમથકમાં રજૂ કરી હતી જે પ્રસંગે નાદોદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પી ડી વસાવા, કોંગ્રેસ આગેવાનો ઠાકોર યાવારખા દાયમા, માલવ બારોટ, પ્રકાશ વસાવા, રમણભાઈ તડવી, માજી કોર્પોરેટર સુમિત્રા બેન રાઉલજી, કમલ ચૌહાણ, રોહિત પટેલ સહિત નાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
રાજપીપળા પોલીસ મથકમાં આપેલ લેખિત રજૂઆત માં જણાવાયું હતું કે
બીજેપી નેતા તરવિન્દર સિંહ મારવાહએ તા. ૧૧-૯-૨૦૨૪ ના રોજ, ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે “રાહુલ ગાંધી બાઝ આજા, નહીં તો આને વાલે ટાઈમ મેં તેરા ભી વહી હાલ હોગા જો તેરી દાદી કા હુઆ” પુર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની જેમ હત્યા કરવાની ચીમકી આપી હતી.
સંજય ગાયકવાડ, ધારાસભ્ય, શિંદે સેના (મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી) તા. ૧૬-૯-૨૦૨૪ના રોજ જાહેરમાં ૧૧ લાખ રૂ.ના ઈનામની જાહેરાત કરી. જે કોઈ વિપક્ષના નેતા રાહુલ ગાંધીની જીભ કાપશે તેને ૧૧ લાખ ઈનામ આપીશ ની ધમકી આપી હતી.
રેલ્વે રાજ્ય મંત્રી રવનીત બિહુએ તા. ૧૫-૯-૨૦૨૪ના રોજ, મીડિયા સાથે જાહેરમાં વાત કરતી વખતે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ‘દેશનો નંબર વન આતંકવાદી’ કહ્યો. બિહુએ હિંસા ભડકાવવા અને શાંતિ ભંગ કરવાના ઉદ્દેશ્ય સાથે રાહુલ ગાંધી વિરુદ્ધ જાહેરમાં નફરત અને આક્રોશ ભડકાવવા માટે જાણી જોઈને નિવેદન આપ્યું હતું.આ નિવેદનો ના ટીવી
ચેનલો અને સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો.
એ જ રીતે, તા. ૧૬-૯-૨૦૨૪ના રોજ ભાજપના નેતા અને યુપીના મંત્રી રઘુરાજ સિંહે પણ જાહેરમાં કહ્યું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી ‘ભારતના નંબર વન આતંકવાદી છે.ની નિવેદન આપ્યું હતુ.
ભાજપના વિવિધ નેતાઓ અને તેના સાથી પક્ષો દ્વારા જારી કરાયેલ નિવેદનો ધમકી રાહુલ ગાંધીની હત્યા અને શારીરિક ઈજા અને દેશના વિપક્ષના નેતાને આતંકવાદી ગણાવતા, ભાજપ/એનડીએ ગઠબંધન ભાગીદારો દ્વારા વ્યક્તિગત દ્વેષ દર્શાવતું હોય, ગાંધી સામે આવા ઉચ્ચારણ માત્ર નફરતથી ભરેલી ટીપ્પણીઓ દ્વારા સામાન્ય જનતામાં અશાંતિ ફેલાવવા, રમખાણો ભડકાવવા, શાંતિ ભંગ કરવા વગેરેના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે નું કૉંગ્રેસ પાર્ટી દ્વારા જણાવાયું છે.
રાહુલ ગાંધી સમાજના વંચિત વર્ગો જેવા કે મહિલાઓ, યુવાનો, દલિતો અને અન્ય હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગો વગેરેને લગતા મુદ્દાઓ સતત ઉઠાવી રહ્યા છે અને આવા જાહેર કેન્દ્રીય મુદ્દાઓને ઉકેલવામાં ભાજપની નિષ્ફળતા ઉજાગર કરે છે. જો કે, તે ભાજપ અને તેના સાથી પક્ષોને ગમતું નથી, તેથી ઉપરોક્ત નામવાળી વ્યક્તિઓને ભારતના વિરોધ પક્ષના નેતા પર આવી નફરત ભરેલી ટિપ્પણીઓ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભાજપ તેના સાથી પક્ષોના નેતાઓ, વિપક્ષના નેતાની સલામતી અને સુરક્ષાને જોખમમાં નાખવાનો ઈરાદો ધરાવે છે, તેમજ સમગ્ર દેશમાં જાહેર શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરે છે.
ઉપરોક્ત ઈસમો એ જે બેફામ વાણી વિલાસ કર્યું તે રાજપીપળા પોલીસ મથક ની હદ વિસ્તાર માં પણ
સોશિયલ મીડિયા અને ટીવી તથા પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ગુનાહિત કૃત્ય પ્રગટ થયેલ હોઈ આપના કાર્યક્ષેત્રમાં ગુન્હો બનેલ છે.
ભાજપ એનડીએના નેતાઓ દ્વારા એલઓપી રાહુલ ગાંધી વિરુદ્ધ સામાન્ય લોકોમાં દુશ્મનાવટ, શાંતિનો ભંગ, આક્રમકતા, નફરત અને દુષ્ટતા ઉભી કરવાના ઈરાદાપૂર્વકના પ્રયાસો છે. ભાજપ અને તેના સાથી પક્ષોના નેતાઓ ભાજપ/એનડીએના ટોચના પદાધિકારીઓની સૂચના પર આ ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય ને આ તમામ હકીકત જોતા, ઉપરોક્ત નામવાળી વ્યક્તિઓએ સત્તાધારી ભાજપ અને સાથી પક્ષો સાથે મળી કાવતરું કરેલ છે. ઉપરોક્ત કૃત્યો કરવા માટે અન્ય જાણીતા/અજાણ્યા સહયોગીઓ સાથે સુનિયોજિત ગુનાહિત કાવતરું ઘડયું હોય ઉપરોક્ત નામવાળી વ્યક્તિઓ અને તેમના સહયોગીઓ વિરુદ્ધ વહેલામાં વહેલી તકે BNSના 351, 352, 353, 61 હેઠળ FIR નોંધવા ની કૉંગ્રેસ પાર્ટી એ માંગ કરી છે.




