GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે જન ઔષધિ દિવસની ઉજવણી કેક કાપીને કરવામાં આવી.

MORBI:સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે જન ઔષધિ દિવસની ઉજવણી કેક કાપીને કરવામાં આવી.

 

 

મોહસીન શેખ – મોરબી

૭ માર્ચ જન ઔષધિ દિવસ આજરોજ સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે અધિક્ષક શ્રી ડો.દુધરેજીયા સાહેબ આરએમઓ શ્રી ડો.કાલરીયા સાહેબ જિલ્લા મેલેરીયા અધિકારી ડો.વિપુલ કારોલીયા સાહેબ જિલ્લા આઇ.ઈ.સી.અધિકારી સંઘાણી ભાઈ,જિલ્લા ફાર્માસિસ્ટ ગૌરવભાઈ દવે VCCMવિજયભાઈ વાઘેલા દ્વારા સાતમો જન ઔષધિ દિવસની ઉજવણી કેક કાપી ને કરવામાં આવી.


વર્તમાન સમયમાં આરોગ્ય અને દવાઓના ખર્ચ સામાન્ય નાગરિકો માટે ચિંતા નું કારણ બનવા પામ્યું છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોની ગુણવત્તા યુક્ત દવાઓ ઓછામાં ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ “પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના આશીર્વાદરૂપ સિદ્ધ થઈ રહી છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ છેલ્લા 10 વર્ષમાં દવા કેન્દ્રોની સંખ્યામાં 180 ગણો વધારો થયો છે અને વેચાણમાં પણ 200 ગણો વધારો નોંધાયો છે વર્ષ 2014માં માત્ર 80 કેન્દ્ર સાથે શરૂ થયેલ આ યાત્રામાં આજે સમગ્ર દેશમાં 15000 જેટલા અને ગુજરાતમાં 750 જેટલા જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે આ ઔષધી કેન્દ્રનો લાભ લેવા માટે સૌને અનુરોધ કરવામાં આવે છે

Back to top button
error: Content is protected !!