GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:કડદા પ્રથા અંગે યોગ્ય એજન્સી મારફતે તપાસ કરાવીને કાર્યવાહી કરવા મોરબી કલેકટરને આવેદનપત્ર

MORBI:કડદા પ્રથા અંગે યોગ્ય એજન્સી મારફતે તપાસ કરાવીને કાર્યવાહી કરવા મોરબી કલેકટરને આવેદનપત્ર

 

 

મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજયભાઈ પટેલ એ કલેકટરને આવેદનપત્ર આપીને વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતનાને કડદા પ્રથા અંગે રજૂઆત કરી છે અને આ અંગે યોગ્ય એજન્સી મારફતે તપાસ કરાવીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.

અજયભાઈ પટેલ એ જણાવ્યું છે કે, માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથાના કારણે વેપારીઓ અને ખેડૂતો વચ્ચે વાદવિવાદ સર્જાય છે.ખેડૂતોને પોષણક્ષમ ભાવ અને વળતર મળતું નથી. જેથી ભવિષ્યમાં આવા વાદવિવાદો ઉભા ન થાય તે માટે કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા સેન્ટ્રલ કો-ઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન તથા નેશનલ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા આ અંગે તપાસ કરાવવામાં આવે અને લોકહિતમાં કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવ્યું છે

Back to top button
error: Content is protected !!