MORBI:દારૂના દુષણને ડામવા મોરબી કોંગ્રેસે 70 બુટલેગરના નામ સાથે પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવ્યું.

MORBI:દારૂના દુષણને ડામવા મોરબી કોંગ્રેસે 70 બુટલેગરના નામ સાથે પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવ્યું.
મોરબી જીજ્ઞેશ મેવાણીએ થરાદ જિલ્લામાં દારૂ, ડ્રગ્સની બદી મામલે પોલીસનો ઉધડો લઈ પટ્ટા ઉતરી જશે તેવું કહ્યું હતું. સાથે જ ગૃહમંત્રીની પણ ઝાટકણી કાઢી હતી. ત્યારે આ મામલે ચાલી રહેલો વિવાદ હવે મોરબીમાં પણ પહોંચ્યો છે. મોરબીમાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ કાર્યક્રમ અંતર્ગત જીજ્ઞેશ મેવાણીને સમર્થન આપીને જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું છે. જેમાં જિલ્લામાં કાર્યરત 70 દારૂના અડ્ડાઓનું લિસ્ટ પણ આપવામાં આવ્યું છે. આ દારૂ-ડ્રગ્સના દુષણ સામે કાર્યવાહી નહિ થાય તો 30 દિવસ પછી જનતા રેડની પણ ચીમકી આપવામાં આવી છે.
ગુજરાતમાં દારૂ-ડ્રગ્સની બદીને લીધે યુવાનોને નશાખોરીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. ગુજરાત દારૂ-ડ્રગ્સનું પ્રવેશદ્વાર તો બન્યું જ છે. પરતું હવે નશાખોરીનું એપી સેન્ટર બની રહ્યું છે. તે અત્યંત ચિંતાજનક બાબત છે. ગુજરાત દરરોજ કયાકથી લાખો રૂપિયાના ડ્રગ્સ, ચરસ કે ગાંજો પકડાયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો કારોબાર અને હેરાફેરી બેરોકટોક થઈ રહ્યો છે. પૂ.મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ સરળતાથી દારૂ મળી જાય છે. જેટલો દારૂનો જથ્થો પકડાય છે. તેના કરતાં 100 ગણી ઘૂસણખોરી થાય છે. રાજ્યમાં દારૂ પકડાવવો એ સામાન્ય બાબત થઈ ગઇ છે. હવે ગુજરાતનો દરિયો કિનારો અને મેટ્રો સિટીમાં ચરસ, ડ્રગ્સ અને ગાંજા જેવા નશીલા પદાર્થોનું ચલણ વધ્યું છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું એકહથ્થુ શાસન છે.
ગુજરાતમાં દારૂ-ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડ્યું છે.ઉડતા ગુજરાતએ ભાજપની ગિફ્ટ છે. બેફામ દારૂ-ડ્રગ્સની નશાખોરીને પગલે મહિલા પર અત્યાચારોની ઘટનાઓમાં મોટાપાયે વધારો થયો છે. ગુજરાતમાં કેટલી હદે ડ્રગ્સનો કારોબાર ફુલ્યો ફાલ્યો છે. રાજ્ય પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહીતની કેન્દ્રીય સંસ્થાઓ રાજ્યમાં બોર્ડર પોસ્ટ, પેટ્રોલિંગ, રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહીતની ટેકનોલોજી હોવા છતાં રાજ્યમાં હવાઈમાર્ગ, દરિયાઈમાર્ગ, પોર્ટ જેવા માર્ગથી ગુજરાતમાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે. પકડાયેલા ડ્રગ્સની માત્રા હજારો કિલોમાં છે તો પાછલા બારણે આ કાળો કારોબાર કેટલો મોટો હશે? રાજ્યમાં સરકાર પાસે ડ્રગ્સની બદીને ડામવા માટે પુરતી પોલીસ ફોર્સ પણ નથી. પાંચ વર્ષમાં ગુજરાતમાં ૯૩૬૯૧ કીલો ડ્રગ્સ, ૨૨૨૯ લીટર પ્રવાહી ડ્રગ્સ તથા ૭૩૧૬૩ ડ્રગ્સ પીલ્સ-ઈન્જેક્શન પકડાયા હતા. મોરબીની આમ જનતા અમને વોટ્સએપ પર દારૂના અડ્ડાઓ અને બુટલેગરોના નામ મોકલી રહી છે. 130 જેટલા દારૂના અડ્ડામાંથી 70નું લિસ્ટ એસપીને આપ્યું છે. જીજ્ઞેશ મેવાણીએ જે વાત કરી હતી. તેને આ લિસ્ટ સમર્થન આપી રહ્યું છે. પોલીસની મિલી ભગત સિવાય આ શક્ય નથી. પોલીસને ન ખબર હોય તેવું બને જ નથી. 30 દિવસ બાદ જો કાર્યવાહી નહિ થાય તો અમે જનતા રેડ કરીશું. રાજ્યના ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સંસ્કારની વાતો કરે છે. ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના દરિયા કિનારાઓ ઉપર અબજો નહિ પણ ખરબોનું ડ્રગ્સ પ્રવેશ્યું છે.ગુજરાતના યુવાધનને બચાવવા તમે શુ પગલાં લઈ રહ્યા છો ? તમારે રાજીનામુ આપી દેવું જોઈએ.









