MORBI:મોરબીમાં માર મારી ગુનાના આરોપીને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કરતી મોરબી કોર્ટ.
MORBI:મોરબીમાં માર મારી ગુનાના આરોપીને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કરતી મોરબી કોર્ટ.
મોરબીમાં વર્ષ ૨૦૦૪ના મારામારી અને ગંભીર ઈજાઓ પહોંચાડવાનો કેસ મોરબીની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટેમાં ચાલી જતા ફરિયાદ પક્ષ દ્વારા ફરિયાદમાં વિસંગતતા અને કેસના સહ-સગાઓ સાહેદોએ પણ નિવેદનને સમર્થન ન આપતા હોવાની આરોપી પક્ષના વકીલની દલીલોને માન્ય રાખી મોરબી નામદાર કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે.
કેસની ટુક વિગતો મુજબ, ગત તા. ૧૯ ડિસેમ્બર ૨૦૦૪ના રોજ મોરબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આરોપીએ તેમના ભાઈની વહુ સાથેના છુટાછેડાની બાબતનો ખાર રાખી ફરિયાદીની સામે ધોકા વડે હુમલો કરી પડખામાં ઇજા તેમજ ચાકુ વડે નાક પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે મુજબની ફરિયાદના આધારે મોરબી પોલીસે આઇપીસીની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષના સાહેદો, પંચો, ડોક્ટર અને તપાસ અધિકારીએ મૌખિક પુરાવા આપ્યા હતા, ત્યારે બચાવ પક્ષના વકીલ સુખદેવ આર. દેલવાણીયાએ દલીલ કરી હતી કે ફરિયાદી પક્ષે વિરુદ્ધ અને વિપરીત હકીકત રજૂ કરી છે. તેમજ સહ-સગાઓ તેમજ સ્વતંત્ર સાહેદોએ પણ ફરિયાદ પક્ષના કેસ કે નિવેદનને સમર્થન આપ્યું નથી. આ આધારે કોર્ટે તમામ પુરાવા અને દલીલોને ધ્યાને લઈ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી તરફથી મોરબી જીલ્લાના એડવોકેટ સુખદેવ આર. દેલવાણીયા રોકાયેલ હતા.