વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
તા.8/1/2024 ના રોજ જનતા માધ્યમિક શાળા ખેરગામમાં સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા પ્રેરિત અને બીઆરસી ખેરગામ દ્વારા આયોજિત વોકેશનલ કેરિયર કાઉન્સિલિંગ અને ગાઈડ લાઈન્સ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું.સદર કાર્યક્રમમાં રોજગાર વિનિમય કચેરી, નવસારીથી કારકિર્દી માર્ગદર્શક તરીકે શ્રી લક્ષ્મણભાઈ, આઈ.ટી.આઈ ખેરગામના શ્રી પ્રકાશભાઈ અને શ્રી દિવ્યેશભાઈ દ્વારા ખેરગામ તાલુકાની વોકેશનલ ટ્રેડ ધરાવતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્ય માટે કારકિર્દી પસંદગી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી ચેતન કે. પટેલ અને બી.આર.સી.ખેરગામ શ્રી વિજયભાઈ દ્વારા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યા બાદ સદર કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ખેરગામ તાલુકાની વિવિધ શાળાઓના વોકેશનલ ટ્રેડ અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વ્યવસાયિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું