MORBI:મોરબી મહાનગરપાલિકામાં સમાવેશ થયેલાં મહેન્દ્રનગર ગામ ને પાયાની સુવિધાઓ આપવામાં આમ આદમી પાર્ટી ની માંગ
MORBI:મોરબી મહાનગરપાલિકામાં સમાવેશ થયેલાં મહેન્દ્રનગર ગામ ને પાયાની સુવિધાઓ આપવામાં આમ આદમી પાર્ટી ની માંગ
મોરબી મહાનગરપાલિકા દરજો આપ્યો પણ એ વિસ્તાર માં આવતો મહેન્દ્રનગર વિસ્તાર પાયા ની સુવિધા થી વંચિત રહે છે તો આમ આદમી પાર્ટી ના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્ર ને ઉગ્ર રજૂઆત કરી છે.
મોરબી મહાનગરપાલિકાના ઝોન -૨ માં આવેલ મહેન્દ્રનગર ગામ માં ખૂબ મોટી સોસાયટી જેવી કે પ્રભુકૃપા, ક્રાંતિજ્યોત,સોમનાથ પાર્ક,હરિગુણ, રોયલ પાર્ક,અને મહેન્દ્રગર ગામતળ મા આશરે ૧૫૦૦૦ થી ૨૦૦૦૦ હજાર લોકો રહેશે છે.તો આ વિસ્તાર મોરબી મહાનગરપાલિકા માં તારીખ ૧/૧/૨૦૨૫ થી સમાવેશ કરવા આવેલ છે.હવે મોરબી મહાનગરપાલિકા ૧ જાન્યુઆરી ૨૦૨૫ થી દરેક મકાન, શોપિંગ,પ્લોટ,કાર જેવી અસંખ્યા પ્રોપર્ટી પર વેરો વસુલ કર છે. તો આજ દિવસ સુધી કોઈ પણ જાત ની પાયા ની સુવિધા મોરબી મહાનગરપાલિકા તરફ થી ચાલુ થયેલ નથી.આ વિસ્તાર સુવિધા થી વંચિત છે જેવી કે.
૧.પાણી આવતું નથી.
૨.હાલ કોઈ રોડ રસ્તા સફાઈ કરવા માં આવતા નથી.
૩. સોસાયટીમાં કોઈ મહાનગરપાલિકા નું વાહન ,ગાડી,કે ટ્રેકટર કચરો લેવા માટે આવતા નથી.
૪. સર્કિટ હાઉસ થી મહેન્દ્રનગર ચોકડી સુધી માં સ્ટ્રીટ લાઈટ નથી.
5. મહેન્દ્રનગર ચોકડી થી માળિયા ફાટક સુધી માં ખૂબ ટ્રાફિક વાળો વિસ્તાર છે તો આ રોડ પર cctv કેમેરા લાગવા જરૂરી છે.
6. ધીમી ગતિએ ચાલુ મહેન્દ્રનગર ઓવર બ્રીજ નું કામ પણ એક ટ્રાફિક ની મોટી સમસ્યા છે.
7. આ ગામ માં આવેલ કાલિંધરી નદી માં ખૂબ કચરો અને વેલ થઈ ગયેલ છે તો એની પણ સફાઈ કરવી જરૂરી છે.
8. મહેન્દ્રનગર માં કોઈ બસ સ્ટેશન ની સુવિધા નથી.
9. મહેન્દ્રનગર ચોકડી થી હળવદ ચાલુ રોડ ના કામ માં મહેન્દ્રનગર ચોકડી થી ITI કોલેજ સુધી ની ડ્રેનેજ (ગટર) લાઈન માં ખૂબ જ હલકી ગુણવત્તા વાળું કામ થઈ રહ્યું છે તો એ પણ રોડ હવે મોરબી મહાનગરપાલિકા ની અંડર માં આવશે અને ભવિષ્ય માં ખૂબ મોટી સમસ્યા બનશે.એના માટે તંત્ર દ્વારા તપાસ ના આદેશ આપો.મોરબી કમિશનર સાહેબ અને મોરબી મહાનગરપાલિકા તંત્ર ને આ દરેક મુદ્દા ધ્યાનમાં લઈને મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા મહેન્દ્રનગરમાં સ્થળ તપાસ કરો અને યોગ્ય પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે એવી ઉગ્ર રજૂઆત પંકજભાઈ આદ્રોજા દ્વારા કરવામાં આવી છે.