MORBI મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા કાચા પાકા દબાણોનું ડીમોલેશન કરવામાં આવ્યું

MORBI મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા કાચા પાકા દબાણોનું ડીમોલેશન કરવામાં આવ્યું
મોરબીના લાતીપ્લોટ શેરી નં ૦૪ આડી અને ઉભી શેરીમાં અનેક દબાણો કરવામાં આવ્યા છે શેરીમાં ૫ મીટર જેટલા દબાણો ખડકી દેવામાં આવ્યા હતા જેથી ૩૦ જેટલા આસામીઓને ૧ માસ પૂર્વે નોટીસ આપી દબાણો દુર કરવા મહાનગરપાલિકા તંત્રએ જણાવ્યું હતું જોકે દબાણો જેમના તેમ જોવા મળતા હતા જેથી આજે ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીના માર્ગદર્શન હેઠળ બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી લાતીપ્લોટ વિસ્તારમાં ડ્રેનેજ વોટર કામગીરી કરવામાં આવી રહી છે દરમિયાન નડતરરૂપ દબાણો પણ દુર કરવામાં આવ્યા હતા
ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીએ જણાવ્યું હતું કે રોડ પર ૫ મીટર જેટલા દબાણો કરવામાં આવ્યા હતા મકાન અને ઓટલા સહિતના દબાણો આજે દુર કરવામાં આવ્યા છે એક મહિના અગાઉ ૩૦ આસામીઓને નોટીસ આપી હતી અને રોડ પરના દબાણો દુર કરવા જણાવ્યું હતું પરંતુ દુર કર્યા ના હતા જેથી આજે મહાપાલિકા ટીમે દબાણો દુર કર્યા છે








