GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા કલેકટર તથા પોલીસ અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું

 

MORBI:આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા કલેકટર તથા પોલીસ અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું

 

 

મોરબી જિલ્લામાં ખુબ જ ટૂંકા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ વોર્ડ તથા જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત નુ વિસ્તરણ થશે. પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકના દિવસોમાં થશે અને વિસ્તરણ ની પ્રક્રિયા પુર્ણ કરી અને નવી માહિતી જાહેર કરવામાં માટે આમ આદમી પાર્ટી ના જીલ્લા ટીમ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સાથે સાથે નવલખી બંદર થી જે કોલસાની ગાડીઓ માતેલા સાંઢની જેમ દોડતી છે જેમાં તાડપત્રી બાંધતા નથી રોડ પર કોલસો ઢોળી ને અકસ્માત સર્જાય છે તથા રોડ પર ઓવર સ્પીડ તથા ઓવરલોડ ટ્રક ના હિસાબે અકસ્માત નો ભય રહે છે જે સમસ્યા નું ત્વરિત ધોરણે નીવારણ કરવામાં આવે તેવું આવેદનપત્ર પોલીસ કમિશનર સાહેબ ને આપવામાં આવ્યું છે અને સાથે સાથે જો આ ઓવરલોડ ટ્રક ની સમસ્યાનું નિવારણ નહીં લાવે તો આમ આદમી પાર્ટી ના જીલ્લા ટીમ દ્વારા સ્થાનિક લોકો ને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારી છે..

Back to top button
error: Content is protected !!