Rajkot: જિલ્લા પંચાયત રાજકોટ સંચાલિત શ્રી ખીજડીયા પ્રાથમિક શાળા તા.રાજકોટમાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ યોજાયેલ
તા.૨૯/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ તાલુકાની સરકારી શાળા જે “છે સ્વર્ગથી વહાલી અમને અમારી શાળા” સૂત્રને સાર્થક કરતી શ્રી ખીજડીયા પ્રાથમિક શાળામાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ કાર્યક્રમ યોજવામ આવેલ
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સુશ્રી ચાંદની પરમાર પ્રાંત અધિકારી રાજકોટ શહેર ૧, જનકભાઈ સાંડપા સીઆરસી,કો- ઑ, ગોપાલસિંહ રેવર સરપંચ પ્રતિનિધિ, જીગ્નેશભાઈ કુમરખાણીયા ઉપસરપંચશ્રી, કિર્તનભાઇ શાહ તલાટી મંત્રીશ્રી, જીતુભાઈ બાવળીયા SMC અધ્યક્ષ, જીગ્નેશભાઈ બાવળીયા SMC ઉપાધ્યક્ષ, થતા SMC સભ્યો, તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનોની હાજરીમાં થયેલ. સમગ્ર કાર્યક્રમની શરૂઆત ભવ્ય સ્વાગત અને સાંસ્કૃતિક કાર્યક્રમથી કરવામાં આવેલ ત્યારબાદ બાલવાટિકામાં ૨૪ અને આંગણવાડીમાં ૩ બાળકોને પ્રવેશ આપવામાં આવેલ બાળકોને મહેમાનશ્રી દ્વાર દફતર, શૈક્ષણિક કીટ અને વૃક્ષ આપી પ્રવેશ આપવામાં આવેલ તેમજ જ્ઞાનસેતુ અને જ્ઞાન સાધના મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર કીટ આપી સન્માનિત કરેલ તેમજ પ્રભુ વાત્સલ બાળકોને દફતર આપવામાં આવેલ. કાર્યકમમાં દફતરના દાતાશ્રી ગ્રામ પંચાયત ખીજડીયા, સ્ટેશનરી કીટ દાતાશ્રી વિશાલભાઈ,ગોપાલભાઈ અને વિરાજભાઈ મિયાત્રા, મંડપના દાતાશ્રી અશોકભાઈ બાવળીયા મ્યુઝિક સિસ્ટમ દાતાશ્રી મહિપતભાઇ કુમારખાણીયા દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યકમ સફળ બનાવવા શાળાપરિવારના શિક્ષકો અને આચાર્ય રામદેવસિંહ જાડેજા દ્વારા ભવ્ય આયોજન કરી યાદગાર રીતે કાર્યકમ ઉજવણી કરવામાં આવેલ